Team Chabuk-Sports Desk: T20 World Cup 2022માં પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. પાકિસ્તાને પોતાની 5મી મેચમાં બાંગ્લાદેશ સામે વિકેટે જીત મેળવી છે. આ સાથે જ પાકિસ્તાન પોઈન્ટ્સ ટેબલ પર બીજા સ્થાને આવી ગઈ છે. હવે જો બંને ટીમ પોતાની સેમીફાઈનલ મેચ જીતે તો ફાઈનલમાં ક્રિકેટના મેદાનમાં ભારત પાકિસ્તાન વચ્ચે જંગ જામી શકે છે. મહત્વનું છે કે, સેમીફાઈનલમાં ભારત-ઈંગ્લેન્ડ સામે જ્યારે પાકિસ્તાન ન્યૂઝિલેન્ડ સામે ટકરાશે.
Pakistan keep their calm and are through to the #T20WorldCup semi-final 👏#PAKvBAN | 📝: https://t.co/eA8evvzzw5 pic.twitter.com/BUw5gA2249
— ICC (@ICC) November 6, 2022
ટોસ જીતીની પ્રથમ બેટિંગ માટે ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 127 રન જ બનાવી શકી હતી. જવાબમાં પાકિસ્તાને 18.1 ઓવરમાં 128 રન બનાવી મેચ પર કબજો મેળવ્યો હતો. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ રન નઝમિલ હુસૈન શાન્તોએ બનાવ્યા. શાન્તોએ 48 બોલ પર 54 રન ફટકારી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. આ ઉપરાંત બાંગ્લાદેશ તરફથી લિટન દાસે 10, સોમ્ય સરકારે 20 અને અફિફ હુસૈને 24 રનનું યોગદાન આપ્યું. પાકિસ્તાન તરફથી બોલર્સનું શાનદાર પ્રદર્શન રહ્યું. શાહીન આફ્રિકીએ 4 ઓવરમાં 22 રન આપી 4 વિકેટ ઝડપી. આ ઉપરાંત શાદાબ ખાને 2 અને હારિસ રઉફ તેમજ ઈફ્તિખાર અહેમદે 1-1 વિકેટ પોતાના નામે કરી.
128 રનનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમના ઓપનર બેટરે ધીમી પરંતુ સારી શરૂઆત કરાવી. મોહમ્મદ રિઝવાને 32 બોલ પર 32 અને બાબર આઝમે 33 બોલ પર 25 રન બનાવ્યા. આ ઉપરાંત મોહમ્મદ હારિસે 31 અને શાન મસૂદે 14 બોલ પર 24 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી નસુમ અહેમદ, શાકીબ અલ હસન, મુસ્તફીઝુર રહેમાન અને ઈ.હુસૈને 1-1 વિકેટ ઝડપી હતી.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા