Team Chabuk-entertainment Desk: આલિયાએ મુંબઈની KHN રિલાયન્સ હોસ્પિટલમાં એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે. જે બાદ સમગ્ર કપૂર પરિવારમાં ઉજવણીનો માહોલ છે. આલિયાને મુંબઈના એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયે રણબીર કપૂર પણ હોસ્પિટલમાં હાજર હતા. એક વિશ્વસનીય સૂત્રએ આલિયાને પુત્રીને જન્મ આપવાની વાત કરી છે.
જ્યારથી આલિયાના માતા બનવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારથી, પરિવાર અને મિત્રો સિવાય, ચાહકો પણ તેમના બાળકના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે સવારે આલિયાએ રિલાયન્સ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. હાલમાં બાળક અને આલિયા બંને સ્વસ્થ હોવાનું જાણવવા મળ્યું છે. બાળકની ડિલિવરી પહેલા, આલિયાએ ધામધૂમથી બેબી શાવરની ઉજવણી કરી હતી. જેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં આલિયા પીળા કલરના સુંદર સૂટમાં જોવા મળી હતી. મહત્વનું છે કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત