Homeગુર્જર નગરીરાજકોટ: ગાયે વૃદ્ધ પર હુમલો કર્યો, સારવાર દરમિયાન મોત, ઘટના CCTVમાં કેદ

રાજકોટ: ગાયે વૃદ્ધ પર હુમલો કર્યો, સારવાર દરમિયાન મોત, ઘટના CCTVમાં કેદ

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં રખડતા પશુઓનો ત્રાસ ઓછો નથી થઈ રહ્યો. રખડતા પશુના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે. રાજકોટના સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક સ્કાય કિડ્સ સ્કૂલની સામે ગત 8 નવેમ્બરના રોજ સવારે 7.45 વાગ્યાની આસપાસ રસિકલાલ ઠકરાર નામના વૃદ્ધ ચાલીને જતા હતા. આ સમયે એક ગાયે અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો. રસિકલાલ જમીન પર પટકાતાં ગાયે શીંગડાં અને પગ વડે સતત 3 મિનિટ સુધી પ્રહાર કર્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત થયું હતું.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, વૃદ્ધ રસ્તા પર જઈ રહ્યા છે. આ સમયે અચાનક જ સામેથી એક કાળા રંગની ગાય તેમની સામે આવે છે. વૃદ્ધ કંઈ વિચારે તે પહેલાં જ તેમને ગાયે રસ્તા પર પટક્યા અને તેમને રગદોડવા લાગી. આ દુર્ઘટનાને આસપાસના લોકોએ જોઈ. તેઓ દોડીને આવ્યા પરંતુ ત્યાં સુધીમાં ગાયે વૃદ્ધને લોહીલુહાણ કરી નાખ્યા હતા.

ઘટના અંગે રસિકલાલના પુત્ર વૈભવે ગાયના માલિક વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં રખડતા ઢોરે ભોગ લીધાનો પ્રથમ ગુનો નોંધાયો છે. રસિકલાલના બીજા પુત્ર રાકેશે જણાવ્યું હતું કે જો કાર્યવાહી નહીં થાય તો શનિવારથી અન્નનો ત્યાગ કરી મ્યુનિ. કમિશનર ઓફિસે બેસી જઈશ.

શહેરના સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક રહેતા રસિકલાલ મોરારજીભાઇ ઠકરાર (ઉં.વ.78) મંગળવારે સવારે પોતાના ઘરેથી ચાલીને દૂધ લેવા નીકળ્યા હતા અને ગોપાલ ચોક નજીક એક્સિસ બેંક પાસે પહોંચ્યા હતા ત્યારે એક ગાય ધસી આવી હતી અને તેમના પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા રસિકલાલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments