Team Chabuk-Gujarat Desk: કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી માટે વધુ 37 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. આ યાદીમાં કેટલાક સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે.

બેચરાજીના સિટિંગ ધારાસભ્ય ભરતજી ઠાકોરની ટિકિટ કપાઈ છે. તેમમની જગ્યાએ કોંગ્રેસે ભોપાજી ઠાકોરને ટિકિટ આપી છે. ઉપરાંત બાયડમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પર પસંદગીનો કળશ ઢોળાયો છે. સિટિંગ ધારાસભ્ય જશુ પટેલનું પત્તું કપાયું છે. આ તરફ ધંધુકા વિધાનસભા બેઠક પર પણ સિટિંગ ધારાસભ્ય રાજેશ ગોહિલનું પત્તું કપાયું છે. ધંધુકામાં યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાને ટિકિટ અપાઈ છે. જ્યારે પેટલાદમાં નિરંજન પટેલની જગ્યાએ કોંગ્રેસે પ્રકાશ પરમાર પર વિશ્વાસ મુક્યો છે.
- કોંગ્રેસના ઉમેદવાર
- પાલનપુર – મહેશ પટેલ
- દિયોદર – શિવાભાઈ ભૂરિયા
- કાંકરેજ – અમૃતભાઈ ઠાકોર
- ઉંઝા – અરવિંદ પટેલ
- વિસનગર – કીર્તિભાઈ પટેલ
- બહુચરાજી – ભોપાજી ઠાકોર
- મહેસાણા – પીકે પટેલ
- ભિલોડા – રાજુ પારઘી
- બાયડ – મહેન્દ્રસિંહ વાઘેલા
- પ્રાંતિજ – બહેચરસિંહ રાઠોડ
- દેહગામ – વખતસિંહ ચૌહાણ
- ગાંધીનગર ઉત્તર – વીરેન્દ્રસિંહ વાઘેલા
- વિરમગામ – લાખાભાઈ ભરવાડ
- સાણંદ – રમેશ કોળી
- નવરંગપુરા – સોનલબેન પટેલ
- મણિનગર – સી.એમ. રાજપૂત
- અસારવા (SC) – વિપુલ પરમાર
- ધોળકા – અશ્વિન રાઠોડ
- ધંધૂકા – હરપાલસિંહ ચુડાસમા
- ખંભાત – ચિરાગ પટેલ
- પેટલાદ – પ્રકાશ પરમાર
- માતર – સંજયભાઈ પટેલ
- મહેમદાબાદ – જુવાનસિંહ ગડાભાઈ
- ઠાસરા – કાન્તિભાઈ પરમાર
- કપડવંજ – કાલાભાઈ ડાભી
- બાલાસિનોર – અજિતસિંહ ચૌહાણ
- લુણાવાડા – ગુલાબસિંહ
- સંતરામપુર (ST) – ગેંડાલભાઈ ડામોર
- શહેરાઃ ખાતુભાઈ પગી
- ગોધરાઃ રશ્મિતાબેન ચૌહાણ
- કાલોલઃ પ્રભાતસિંહ
- હાલોલઃ રાજેન્દ્ર પટેલ
- દાહોદ (ST): હર્ષદ નિનામા
- સાવલી: કુલદીપસિંહ રાઉલજી
- વડોદરા શહેર (SC):ગુણવંતરાય પરમાર
- પાદરાઃ જસપાલસિંહ પઢિયાર
- કરજણઃ પ્રીતેશ પટેલ
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
