Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે હાલમાં સુરેન્દ્રનગર પહોંચ્યા છે. જ્યાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. સુરેન્દ્રનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા બાદ એક નાની બાળકીએ ભાજપ વિશે પ્રધાનમંત્રીને કવિતા સંભળાવી હતી. જેનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. લીંબડી બેઠકના ઉમેદવાર કિરીટસિંહ રાણાના ભાણીબા આઘ્યાબાએ ભાજપ વિશે સુંદર શૈલીમાં વખાણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દીકરીના આગવી શૈલીમાં વખાણ સાંભળી મંત્રમુગ્ધ બન્યા હતા. લીંબડી બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની ભાણીબા આઘ્યાબાએ ભાજપના ગુણગાન ગાતા વડાપ્રધાન મોદીના ચેહરા પર ખુશી જોવા મળી હતી.
આ સભા દરમિયાન રાજકોટની આરાધ્યા નામની બાળકીએ એક મિનિટમાં ભારતની વિકાસયાત્રા સંભળાવી હતી. જે સાંભળીને વડાપ્રધાને તાળીઓ પાડીને વાહ.. વાહ.. કહીને વખાણ કર્યાં હતાં અને આઘ્યાબાના ફેન બન્યા હતા.
બાળકીએ વડાપ્રધાનને મળીને કહ્યું કે, ‘ભાજપ… ભાજપ… ભાજપ… આજે દરેક વાતની શરૂઆત થાય છે ભાજપથી, આજે દરેક ચર્ચાનો અંત થાય છે ભાજપથી.. ભાજપને ઝુકાવવા જાતજાતની રમતો રમાય છે, આ વિકાસના પંથે ચાલતી ભાજપને કોઇ નહીં ઝુકાવી શકે. કારણ કે, કર્ફ્યૂને ભૂતકાળ કોણ બનાવે ભાજપ, 370ની કલમ કોણ હટાવે ભાજપ, નર્મદાને નળ સુધી કોણ પહોંચાડે ભાજપ, આયોધ્યામાં રામમંદિર કોણ બનાવે ભાજપ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઊંચાઇ અને પાવાગઢમાં 500 વર્ષે ધજા કોણ ફરકાવે ભાજપ, કોરોનામાં 200 કરોડ ફ્રી વેક્સિન કોણ અપાવે ભાજપ, સમગ્ર ગુજરાતનો એક જ નારો અમને તો ગમશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ…’
સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રા અને લીંબડી વિધાનસભાની સીટના ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે આજે સુરેન્દ્રનગર દૂધરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભા દરમિયાન 5 વર્ષની બાળકીના મોદી ફ્રેન્ડ બન્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકીને મળી અને ઓટોગ્રાફ્સ પણ આપ્યો હતો. જેમાં 5 વર્ષની બાળકીની સ્પીચ સાંભળી મોદી પણ આશ્ચર્યચકિત બન્યા હતા અને બાળકી અને તેમના પરિવારને સ્ટેજ નજીક બોલાવી અને ઓટોગ્રાફ્સ આપ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત