Homeગુર્જર નગરીશિયાળાનું આગમન: ગુજરાતમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી મોટી...

શિયાળાનું આગમન: ગુજરાતમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવે ઠંડીનું જોર વધશે. મોટાભાગના શહેરોમાં તાપમના 14થી 16 ડિગ્રી વચ્ચે રહેશે. મોડી રાત્રે 2થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ આ માહિતી આપી છે. રાજ્યમાં આગામી પાંચ સુધી સુધી તાપમાનમાં કોઈ ભારે ફેરફાર થવાની કોઈ સંભાવના નથી. અમદાવાદ શહેરમાં હાલ 16 ડિગ્રી આસપાસ તાપમાન છે. જે આગામી દિવસોમાં 16.5થી 17 રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ગિરનાર પર્વત પર 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં 16 ડિગ્રી સુધી તાપમાન રહેશે. મોડી રાતે બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.

ડાયરેક્ટર હવામાન વિભાગ, મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઇ ગઇ છે. હાલ મોડી રાતે બેથી ત્રણ ડિગ્રી લધુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જે થોડા દિવસો બાદ ફરીથી સામાન્ય ઠંડી રહેશે. રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં 16 ડિગ્રી સુધી તાપમાન રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે, ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે અરબી સમુદ્રમાં પણ અસર થશે. જેના લીધે ડિસેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પરિવર્તન આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમમ્સનું પ્રમાણ પણ વધુ રહેશે. રવિવારે અમદાવાદમાં 14.2 ડિગ્રી સાથે બે વર્ષ બાદ નવેમ્બર માસમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અગાઉ ગત વર્ષે 28 નવેમ્બરના 14.3 ડિગ્રી સાથે નવેમ્બર માસની સૌથી ઠંડી રાત રહી હતી.

તાજોતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments