Team Chabuk-Sports Desk: ક્રોએશિયાના ચાહકો ફિફા વર્લ્ડ કપમાં તેમની ટીમને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં કતાર પહોંચ્યા હતા. વાસ્તવમાં, ક્રોએશિયા FIFA વર્લ્ડ કપ 2018ની રનર અપ ટીમ રહી છે.
ક્રોએશિયાના ચાહકો ઉપરાંત એક સુંદર મિસ્ટ્રી ગર્લ ટીમને સપોર્ટ કરવા કતાર પહોંચી હતી. આ મિસ્ટ્રી ગર્લ સતત હેડલાઇન્સમાં રહે છે. ક્રોએશિયા ફૂટબોલ ટીમની ફેન આ મિસ્ટ્રી ગર્લનું નામ છે ઇવાના નોલ (ivana knoll). ફૂટબોલ ચાહકો ઇવાના નોલને સૌથી હોટ ફેન તરીકે જાણે છે. તેના ફોટો સતત સોશિયલ મીડિય પર વાયરલ થઈ રહ્યા છે.

ઈવાના નોલ ક્રોએશિયાની મોડલ છે અને આજકાલ તેના હોટ અવતારને લઈને વાયરલ થઈ રહી છે. તેના પર આરોપ છે કે તેને કતરના કાયદાનું ઉલ્લઘન કર્યુ છે. તેના કપડાથી વિવાદોમાં આવનારી ઈવાના પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ છે.

કતરમાં ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે આ વિવાદ સામે આવ્યો છે. ભૂતપૂર્વ મિસ ક્રોએશિયા ઇવાના નોલ પર કતરના કેટલાક નિયમો તોડવાનો આરોપ છે. હવે ઈવાના પર આરોપ લાગ્યો છે કે તે વાંધાજનક ડ્રેસ પહેરીને મેચ જોવા પહોંચી હતી. જેને લઈને તેની સામે કાર્યવાહી થઈ શકે છે. ઇવાના મોરોક્કો સામે ક્રોએશિયાની પ્રથમ મેચ માટે અલ-બાયત સ્ટેડિયમ પહોંચી હતી.


મેચ દરમિયાન ઈવાના પોતાના દેશના લાલ અને સફેદ પેટર્નના ડ્રેસમાં પહોંચી હતી. આ ડ્રેસ શોર્ટ હતો. જે કાયદા મુજબ ન હોવાથી તેની સામે કાર્યવાહીનું જોખમ છે. કતરના કાયદા મુજબ ઘુંટણથી ઉપરના કપડા જાહેરમાં પહેરવા પર પ્રતિબંધ છે.

રિપોર્ટ અનુસાર, તે સતત બે મેચમાં પહોંચી હતી અને બંને મેચમાં તે વાંધાજનક ડ્રેસ પહેરીને પહોંચી હતી. આરોપ છે કે તે નિયમોની વિરુદ્ધ હતું અને તેમને સજાનો સામનો કરવો પડી શકે છે. આ મામલો કતાર સરકાર સુધી પણ પહોંચ્યો છે. નોલને અશ્લીલતા અને શિષ્ટાચારના કાયદાના ભંગ બદલ સજા થઈ શકે છે.

વિવાદો વચ્ચે ઈવાના નોલની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો અને વીડિયો પણ પોસ્ટ કર્યા છે. આ ફોટો અને વીડિયોમાં તે સ્ટેડિયમમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને સપોર્ટ કરતા જોવા મળે છે.

અહીં તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપની શરૂઆતમાં કતર સરકારની ટુરિઝમ ઓથોરિટીએ કહ્યું હતું કે પુરૂષો અને મહિલાઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ જાહેરમાં ઉશ્કેરણીજનક કપડાં પહેરવાનું ટાળે અને સ્થાનિક સંસ્કૃતિનું સન્માન કરે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
