Homeગુર્જર નગરીદર્દનાક આપઘાત: યુવકે મોઢે પ્લાસ્ટિક થેલી પહેરી બંને હાથ બાંધી દીધા, ગૂંગળામણથી...

દર્દનાક આપઘાત: યુવકે મોઢે પ્લાસ્ટિક થેલી પહેરી બંને હાથ બાંધી દીધા, ગૂંગળામણથી મોત

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાં મોઢા પર યુવકે પ્લાસ્ટિકની થેલી પહેરીને પોતાના બંને હાથ જીપલોકથી બાંધી દેતા તેને ગૂંગળામણ થવાથી મોતને ભેટ્યો હતો. જોકે તેણે સગાઇ બાદ ટેન્શનમાં રહેતો હોવાથી તેણે વિચિત્ર રીતે આપઘાત કર્યો હોવાની શક્યતા છે. જોકે આ બનાવથી પાંડેસરા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. શહેરના પાંડેસરામાં બામરોલી રોડ પર સાંઈકૃપા સોસાયટીમાં રહેતો 22 વર્ષીય ચેતન ડાયાલાલ સુથારે ગતરોજ રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યા બાદ તેણે મોઢા ઉપર પ્લાસ્ટિકની થેલી પહેરીને પોતાના બંને હાથ કેબલ ટાઈ એટલે જીપલોકથી બાંધી દેતા ગૂંગળામણ થતાં બેભાન થઇ ગયો હતો. પરિવારના સભ્યો તેને જોઇને ચોંકી ગયા હતા અને તેને સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા.

ચેતનને પરિવારજનો સિવિલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે સિવિલમાં તેનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડોક્ટરે કહ્યું કે તેનું શ્વાસ રુંધાઈ જવાથી મોત થયું હોવાની શક્યતા છે. જોકે, હકીકત જાણવા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સાચું કારણ જાણવા મળશે. હાલ તો તેના વિચિત્ર રીતે કરાયેલા આપઘાતને લઈને ચકચાર મચી જવા પામી છે.

ચેતને વિચિત્ર તરકીબ અપનાવીને આપઘાત કરવાથી તેનાં પરિવારજનો તેમજ સ્થાનિકો પણ ચોંકી ગયાં હતાં. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ચેતન મૂળ રાજસ્થાનના શિહોરનો વતની હતો. તે સોફ્ટવેર એન્જિનિયર હતો અને પ્રાઇવેટ સંસ્થામાં નોકરી કરતો હતો. તેની પાંચ મહિના પહેલાં જ સગાઈ થઇ હતી. બાદમાં તે માનસિક તાણ અનુભવતો હોવાથી આ પગલું ભર્યું હોવાની શકયતા છે, પણ હકીકત તપાસ દરમિયાન જાણવા મળશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments