Team Chabuk-Sports Desk: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ (IND W vs AUS W) ડૉ. DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા રમતા એક વિકેટે 187 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે છેલ્લા બોલે 5 રનની જરૂર હતી. દેવિકા વૈદ્યએ ચોગ્ગો ફટકારીને મેચ ટાઇ કરી હતી. સુપર ઓવરમાં ભારતે પ્રથમ રમતમાં 20 રન બનાવ્યા હતા. આમાં સ્મૃતિ મંધાનાનું યોગદાન 3 બોલમાં 13 રનનું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 16 રન બનાવી શકી અને ભારતીય ટીમે મેચ જીતી લીધી. આ વર્ષે ટી20માં ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ હાર છે. આ સાથે 5 મેચની સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે.
188 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને સ્મૃતિ મંધાનાએ શેફાલી વર્મા સાથે મળીને ઝડપી શરૂઆત કરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 52 બોલમાં 76 રનની ભાગીદારી થઈ હતી. શેફાલી (34)ના આઉટ થયા બાદ સ્મૃતિએ પોતાની તોફાની રમત ચાલુ રાખી હતી. તે 49 બોલમાં 79 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફરી હતી. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સનું બેટ શાંત રહ્યું હતું.
WHAT. A. MATCH 💥#TeamIndia beat Australia in the Super Over 🙌
— BCCI Women (@BCCIWomen) December 11, 2022
Series now tied at 1-1 👍 #INDvAUS
Scorecard 👉 https://t.co/2OlSECwnGk… pic.twitter.com/P6kyZYjgQc
સુપર ઓવરમાં રોમાંચક
સુપર ઓવરમાં ભારતે એક વિકેટ ગુમાવીને 20 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્મૃતિએ એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. અને રિચાએ પણ સિક્સર ફટકારી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 1 વિકેટ ગુમાવીને 16 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતીય ટીમે સુપર ઓવરમાં રોમાંચક જીત મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાએ આપેલા ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયા માટે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. શેફાલીએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 23 બોલનો સામનો કરીને 34 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સ સામેલ હતી. જેમિમા રોડ્રિગ્ઝ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે 21 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 22 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
For her incredible batting performance, Smriti Mandhana bags the Player of the Match award as #TeamIndia beat Australia in the Super Over 👌👌#INDvAUS pic.twitter.com/VeKi3PdCuz
— BCCI Women (@BCCIWomen) December 11, 2022
સ્મૃતિ મંધાનાએ 49 બોલમાં 79 રન બનાવ્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. દીપ્તિ શર્મા 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. અંતે રિચા ઘોષ અને દેવિકા વૈદ્યઓ મેચ ટાઈ કરાવી હતી. દેવિકાએ 5 બોલનો સામનો કર્યો અને અણનમ 11 રન બનાવ્યા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. 13 બોલનો સામનો કરીને રિચાએ 3 સિક્સરની મદદથી અણનમ 26 રન બનાવ્યા હતા. આ પછી મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. ભારતે 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા.
A victory lap to honour the crowd who were in attendance to support the women in blue
— BCCI Women (@BCCIWomen) December 11, 2022
Over 47,000 in attendance for the second T20I who witnessed a thriller here at the DY Patil Stadium 👏 👏
Keep cheering for Women in Blue 👍 👍#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/CtzdsyhxZu
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. આ દરમિયાન બેથ મૂની અને તાહિલા મેકગ્રાએ તોફાની પ્રદર્શન કર્યું હતું. તાહિલાએ 51 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેણે 10 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. મૂનીએ 54 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેણે 13 ચોગ્ગા ફટકાર્યા હતા. હિલી 25 રન બનાવીને પરત ફર્યો હતો. આ દરમિયાન ભારત તરફથી દીપ્તિ શર્માએ એકમાત્ર વિકેટ લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
