Team Chabuk-Gujarat Desk: સુરતમાં હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગોટાલાવાડી ખાતે 15થી વધુ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, ગોટાલાવાડી ખાતે 15થી વધુ ઘા મારી યુવકની હત્યા કરનારો મિત્ર જ નીકળતા ચકચાર મચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બંને મિત્રો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ આવેશમાં આવી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જો કે બીજી એક વાત એ પણ સામે આવી છે કે, આરોપી વિનોદ ગોહિલે હત્યાના ત્રણ કલાક પહેલા કતારગામમાં પણ એક યુવકને છરી મારી હોવાની માહિતી મળી છે.
વરાછા ફુલપાડા ખાતે આવેલી વસાહતમાં રહેતો અવધેશ પ્યારેલાલ પટેલ મજૂરી કામ કરે છે. અવધેશનો નાનો ભાઈ બ્રિજેશ એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતો હતો. ગત તારીખ આઠમીએ ગોટાલાવાડીથી લાલ દરવાજા તરફ જતા રોડ પર પટેલ વાડી એસએમસી ઝોન ઓફિસના કમ્પાઉન્ડના ગેટ પાસેથી બ્રિજેશની લાશ મળી આવી હતી. મહેદરપુરા પોલીસની તપાસમાં બ્રિજેશની હત્યા તેના મિત્ર આરોપી વિનોદ ઉર્ફે વીકી મનોજ ગોહિલે કરી હતી.
બંને મિત્રો નશાખોર હતા. નશો કરી બંને મધરાત્રે બાઈક પર ગોટાલાવાડી તરફ જતા હતા ત્યારે તેઓ વચ્ચે ઝઘડો થઈ હતો. જેથી બાઇક ઉભી રાખી ઉશ્કેરાટમાં આવી વિનોદે બ્રિજેશની15થી વધુ ચપ્પુના ઘા મારી રહેશી નાખ્યો હતો. વધુમાં આ ઘટનાના ત્રણ કલાક પહેલા વિનોદએ કતારગામમાં હરેશ બારૈયા નામના યુવકને પણ છરી મારી હતી. જે મામલે કતારગામમાં અલગથી ગુનો નોંધાયો હતો. કતારગામ પોલીસે વિનોદની ધરપકડ કરી હતી. હવે મહિધરપુરા પોલીસ આરોપીનો કબજો મેળવી વધુ તપાસ શરૂ કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત