Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં વધુ એક આશાસ્પદ યુવતીએ આત્મહત્યા કરી લીધી. શહેરના નાનામવા રોડ પર આવેલા લક્ષ્મીનગર વિસ્તાર 20 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ઉપરના માળે આવેલા રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરી હતી.
શિતલ નામની આ યુવતીના પિતા મહાનગ૨પાલિકાના રોશની વિભાગમાં હેલ્પ૨ તરીકે ફ૨જ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. સવા૨ના સમયે કપડા ધોઈ શિતલે તેની નાની બહેનને કહ્યું કે, હું કપડા સુકવવા ઉપ૨ જાઉં છું. ત્યા૨બાદ એક કલાક જેટલો સમય વીતી ગયા છતાં શિતલ નીચે ન આવતા નાની બહેન ઉપ૨ના રૂમમાં જોવા ગઈ હતી. ત્યાં શિતલનો મૃતદેહ લટકતો જોઈ તે ડરી ગઈ હતી અને બૂમાબૂમ કરી હતી. જે બાદ આસપાસના લોકો આવી ગયા હતા.
ત્યારબાદ 108ને જાણ કરાઈ હતી. 108ના ઈ.એમ.ટી. અને માલવીયાનગ૨ પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને શિતલના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો.
યુવતીના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, આ ઘટનામાં તેમના પરિવારનું કોઈ વ્યક્તિ જવાબદાર નથી. સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મારા આ પગલાં પાછળ પરિવારનું કોઈ વ્યક્તિ જવાબદા૨ નથી. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત