Homeગુર્જર નગરીજૂનાગઢઃ આ તારીખે યોજાશે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા

જૂનાગઢઃ આ તારીખે યોજાશે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા

Team Chabuk-Gujarat Desk: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જૂનાગઢમાં ૩૭મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી તા.૧ જાન્યુઆરી-૨૦૨૩ અને ૧૫મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.૫ ફેબ્રુઆરી-૨૦૨૩ના રોજ યોજાશે.

દર વર્ષે રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે જૂનાગઢ ખાતે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવે છે. ૩૭મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં રાજ્યભરમાંથી કુલ ૧,૪૫૭ સ્પર્ધકોનું તા.૧૨ ડિસેમ્બર અંતિમ તારીખ સુધીમાં રજિસ્ટ્રેશન થયું છે. જેમાં સિનિયર ભાઇઓ ૫૪૪, જુનિયર ભાઇઓ ૪૮૯, સિનિયર બહેનો ૨૩૩, જુનિયર બહેનો ૧૯૧ સહિત સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લેશે. વધુમાં આગામી દિવસોમાં ફોર્મ ચકાસણી અંતે સ્પર્ધકોની ફાઇનલ યાદી બહાર પાડવામાં આવશે.

રાજ્યના સાહસિક યુવક-યુવતીઓ માટે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન જૂનાગઢ ગિરનાર ખાતે થશે. આ સ્પર્ધાના સુચારું આયોજન અંગે જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અધિક કલેક્ટર એલ.બી.બાંભણીયાની અધ્યક્ષતામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાના સુચારૂ આયોજન અને સંચાલન અંગે બેઠક યોજાઇ હતી. બેઠકમાં સ્પર્ધાની તારીખ, વિભાગો, સ્પર્ધા અંતર અને સમય સહિતની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્પર્ધા માટે અધિકારીઓના અધ્યક્ષસ્થાને ઉદ્ધાટન-ઇનામ વિતરણ સમિતિ, પ્રચાર-પ્રસાર અને સંપર્ક સમિતિ, પરિણામ સમિતિ, નિવાસ અને કાર્યલય સમિતિ, મેડિકલ અને ભોજન સમિતિની રચના કરવામાં આવી હતી.

આ બેઠકમાં જૂનાગઢ પ્રાંત અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, જૂનાગઢ રેન્જ ઓફિસ ફોરેસ્ટ ઓફિસર, રમત-ગમત અધિકારી, પર્વતારોહણ તાલીમ કેન્દ્રના ઇન્સ્ટ્રકટર ઇન્ચાર્જ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકનું સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળાએ કર્યુ હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments