Homeગામનાં ચોરેવધુ એક શ્રદ્ધા ! : 22 વર્ષીય આદિવાસી યુવતીની હત્યા, પતિએ...

વધુ એક શ્રદ્ધા ! : 22 વર્ષીય આદિવાસી યુવતીની હત્યા, પતિએ ઈલેક્ટ્રીક કટરથી મૃતદેહના 12 ટૂકડાં કર્યા, આવી રીતે થયો ખુલાસો

Team Chabuk-National Desk: દિલ્લી શ્રદ્ધા હત્યાકાંડને હજુ સુધી લોકો ભૂલ્યા નથી ત્યા દેશમાં વધુ મહિલાઓના ટૂકડે-ટૂકડાં થઈ રહ્યા છે ! દિલ્લી બાદ રાજસ્થાન અને હવે ઝારખંડમાં પણ આવો જ હચમચાવી દેતો કિસ્સો બન્યો છે. ઝારખંડના સાહિબગંજ વિસ્તારમાં 22 વર્ષીય આદિવાસી યુવતીની હત્યા થઈ ગઈ અને ત્યારબાદ આરોપીએ તેના મૃતદેહના 12 ટૂકડાં કર્યા. હવે 12 ટૂકડાંમાં વહેંચાયેલી આ યુવતીના ટૂકડાં પણ ન્યાયની માગ કરી રહ્યા છે ! આ કેસમાં આરોપી કોઈ બીજુ નહીં પરંતુ તેનો પતિ જ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બંને છેલ્લા બે વર્ષથી સાથે રહેતા હતા.

પોલીસે જણાવ્યું કે, બોરિયો પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહિલાના મૃતદેહના ટૂકડાં મળ્યા. જો કે, માથા સહિતનો ભાગ હજુ ગાયબ છે. જેની શોધખોળ ચાલું છે.
પોલીસે કહ્યું કે, મૃતકની ઓળખ ગોંડા પહાડમાં રહેતી રૂબિકા પહાડિયા તરીકે થઈ છે. તેના 25 વર્ષીય પતિ દિલદાર અંસારીએ જ તેની હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષથી બંને સાથે રહેતા હતા. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરી વધુ તપાસ શરૂ કરી છે.

તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે, રૂબિકા આરોપીની બીજી પત્ની હતી. રૂબિકા છેલ્લા કેટલાય દિવસથી ગાયબ હતી. જેને લઈને તેના પરિવારે ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. એવામાં તપાસ દરમિયાન મૃતદેહના ટૂકડાં મળ્યા અને પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી.

શનિવારે સાંજે મોમિન ટોલાના લોકોએ આંગણવાડી ભવન પાછળ શ્વાનના ઝૂંડને જોયું જે માંસના ટૂકડાને ખાઈ રહ્યા હતા. ધ્યાનથી જોતા તેમને જાણ થઈ કે શ્વાન જે માંસ ખાઈ રહ્યા છે તે માનવઅંગ છે. ત્યારબાદ ગામલોકોએ પોલીસને જાણ કરી અને તપાસનો ધમધમાટ શરૂ થયો. પોલીસે આ વિસ્તારમાં તપાસ શરૂ કરી જ્યાં એક બંધ મકાન મળ્યું. જે ખોલતા જ પોલીસ ચોંકી ઉઠી. અહીં મહિલાનો ક્ષત-વિક્ષત મૃતદેહ પડ્યો હતો.

પોલીસને આશંકા છે કે મહિલાના મૃતદેહના કટર વડે 12 ટૂકડાં કરાયા છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે જેની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments