Homeદે ઘુમા કેમેસ્સીએ ધોનીની દીકરી ઝીવા માટે મોકલાવી ગિફ્ટ ! ઝીવા લાગી રહી છે...

મેસ્સીએ ધોનીની દીકરી ઝીવા માટે મોકલાવી ગિફ્ટ ! ઝીવા લાગી રહી છે ક્યૂટ

Team Chabuk-Sports Desk: આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમ ફિફા વર્લ્ડ કપ જીત્યા બાદ ચર્ચામાં છે. ખાસ કરીને કેપ્ટન લિયોનલ મેસ્સી પણ સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ફાઈનલ મેચ બાદ મેસ્સીના ફેન્સમાં પણ વધારો થયો છે. તો મેસ્સી પણ પોતાના ચાહકોને ધન્યવાદ કહી રહ્યો છે. કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડકપમાં મેસ્સીનું સપનું પુરુ થયું હતું. મેસ્સીના ભારતીય ફેન્સે પણ જીતનો જોરદાર જશ્ન મનાવ્યો હતો.

મેસ્સીએ જય શાહ બાદ વધુ એક ભારતીયને 10 નંબરની પોતાની સાઈનવાળી જર્સી મોકલી છે. આ વખતે મેસ્સીએ ધોનીની પુત્રી ઝીવા માટે આ ખાસ ગિફ્ટ મોકલ્યું છે. ઝિવાને આર્જેન્ટીનાથી મેસ્સીએ મોકલાવેલું ગિફ્ટ ખુજ જ પસંદ આવ્યું છે. ઝીવાએ ઈન્સ્ટાગ્રામ ક્યૂટ તસવીર શેર કરી છે.

આ જર્સી પર મેસ્સીનો ઓટોગ્રાફ પણ છે. ઝીવાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મેસ્સીની ભેટની તસવીરો પણ શેર કરવામાં આવી છે. તસવીર શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે like father like daughter. ઝિવાની જર્સી પર Para Ziva લખેલું સ્પષ્ટ દેખાય છે, જેનો અર્થ થાય છે ઝિવા માટે.

ઝીવાના ઈન્સ્ટાગ્રામ પર તેના અવાર-નવાર તેના ફોટો અને વીડિયો શેર કરવામાં આવે છે. ધોની અને સાક્ષી સાથે પણ તેની ક્યૂટ તસવીરો શેર કરતી રહે છે.

ક્રિસમસ પર પણ ઝીવાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે બરમાં મસ્તી કરી રહી છે અને ક્રિસમસની ઉજવણી કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments