Homeગુર્જર નગરીજંગલી ભૂંડથી ખેતરને બચાવવા કરંટ મુક્યો પરંતુ આ જ કરંટ પરિવારના ત્રણ...

જંગલી ભૂંડથી ખેતરને બચાવવા કરંટ મુક્યો પરંતુ આ જ કરંટ પરિવારના ત્રણ લોકોને ભરખી ગયો !

Team Chabuk-Gujarat Desk: તાપીના એક ગામમાં અત્યંદ દુઃખદ ઘટના બની છે. એક ખેડૂતે પોતાના ખેતરને જંગલી ભૂંડથી બચાવવા વીજતાર લગાવ્યો હતો જો કે, આ તાર પરિવારના ત્રણ સભ્યો માટે કાળ બની ગયો.

મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાના મોરદેવી રહેતા ખેડૂત ધીરુભાઈ ચૌધરી તેમની પત્ની ક્રિષ્નાબેન ચૌધરી અને પુત્ર દેવરામ ઉર્ફે શૈલેષ ચૌધરીને કરંટ લાગતા તેમનું મૃત્યું થયું છે. ખેતરમાં જંગલી ભૂંડોનો ત્રાસ હોવાને કારણે ખેડૂતે ખેતરની આસપાસ વીજ કરંટના તાર લગાવ્યા હતા, જેનું કનેક્શન ધીરુભાઈના ઘરમાંથી લેવામાં આવ્યું હતું. જે તારની સ્વિચ બંધ કરીને તેઓ પાણી પાઈપ વાળવા જતા હતા. પરંતુ આજે ધીરુભાઈનો પુત્ર તારની સ્વિચ બંધ કરવાનું ભૂલી ગયો. દરમિયાન વહેલી સવારે ખેતરમાં ધીરુભાઈ ચૌધરી પહોંચ્યા હતા અને પાણીની પાઇપ વાળતા હતા. ભેજને કારણે તેમને અચાનક વીજ કરંટ લાગ્યો હતો.

ધીરુભાઈને વીજ કરંટ લાગતો જોઈ તેમને બચાવવા માટે તેમનાં પત્ની ક્રિષ્નાબેન દોડીને ગયાં હતાં, જ્યાં તેમને પણ જોરદાર કરંટ લાગતાં તેમણે બૂમાબૂમ કરી હતી. બૂમો સાંભળી ક્રિષ્નાબેનનો પુત્ર દેવરામભાઈ પણ ત્યાં દોડી આવ્યો હતો. બંનેને કરંટ લાગતાં જોઈ બચાવવાના પ્રયાસમાં તેને પણ કરંટ લાગ્યો. આમ થોડી જ મિનિટોમાં એક જ પરિવારના ત્રણે લોકોએ જીવ ગુમાવ્યો. એક જ પરિવારના 3 સભ્યોનાં મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments