Team Chabuk-National Desk: નવા વર્ષ 2023ની ઉજવણી વચ્ચે રાજધાની દિલ્હીમાંથી એક ચોંકવાનારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં દારૂ પીને કેટલાક નરાધમોએ એક યુવતીને અંદાજે 4 કિલોમીટર સુધી રોડ પર ઢસડી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ યુવતીનું દર્દનાક મોત થયું છે. રોડ સાથે ઢસડાવવાના કારણે યુવતી નિર્વસ્ત્ર થઈ ગઈ હતી. દિલ્હીના કાંઝાવાલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના 31 ડિસેમ્બરની રાત્રે ઘટી હતી. જેમાં એક યુવતી વાહનની નીચે ફસાઈ ગઈ હતી અને તેને 4 કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી. આ ઘટનામાં યુવતીનું મોત થયું હતું. તેના શરીર પરથી તમામ કપડા ફાટી ગયા હતા. બાદમાં યુવતીની લાશ નગ્ન અવસ્થામાં મળી આવી હતી. પોલીસે કારમાં સવાર પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાને લઈ દિલ્હી પોલીસનું કહેવું છે કે, આ મામલો અકસ્માતનો છે. ડીસીપી આઉટરના જણાવ્યા અનુસાર, આઉટર દિલ્હીની પોલીસને વહેલી સવારે માહિતી મળી હતી કે એક વાહનમાં એક લાશ લટકેલી છે, આ વાહન કુતુબગઢ તરફ જઈ રહ્યું છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી કારની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી કે કાંઝાવાલા વિસ્તારમાં એક યુવતીની નગ્ન લાશ રોડ પર પડી છે. ક્રાઈમ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ફોરેન્સિક પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે કારની શોધખોળ શરૂ કરી તો સુલતાનપુરીમાં કાર ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.
પોલીસને એક સ્કૂટી પણ મળી હતી જે અકસ્માતનો ભોગ બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, માહિતી મળ્યા બાદ જાણવા મળ્યું હતું કે, અકસ્માત બાદ સ્કૂટી પર સવાર એક યુવતી વાહનના પૈડામાં ફસાઈ ગઈ હતી અને વાહન તેને ઘણું દૂર સુધી ખેંચી ગયું હતું.

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મૃતદેહ નગ્ન અવસ્થામાં મળી આવ્યો છે. આ સ્થિતિમાં પોલીસ તમામ પાસાઓને લઈને તપાસ કરી રહી છે. પ્રાથમિક જાણકારી પોલીસે આ મામલાને અકસ્માત ગણાવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે અકસ્માત બાદ યુવતી કાર દ્વારા ઘણી દુર સુધી ઢસડાવવાના કારણે તેના કપડા ફાટી ગયા હતાં.
કામ પરથી ઘરે પરત ફરી રહી હતી યુવતી
મુરથલ સોનીપતથી મંગોલપુરીમાં પોતાના ઘરે પરત ફરી રહેલા આરોપી છોકરાઓ નશાની હાલતમાં હતા જ્યારે તેમની છોકરીની સ્કૂટી સુલતાનપુરી પાસે અથડાઈ હતી. આ પછી છોકરી કારની નીચે ફસાઈ ગઈ હતી અને આરોપી છોકરાઓ તેને અંદાજે 4 કિલોમીટર સુધી ઢસડતા રહ્યા હતાં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
