Team Chabuk-Sports Desk: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ODI મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 80 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 10 સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. આ સદી સાથે તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 73મી સદી ફટકારી હતી. આ પહેલા તેણે વર્ષ 2022માં બાંગ્લાદેશ સામે રમાયેલી વનડે મેચમાં સદી ફટકારી હતી. આ સદી દ્વારા તેણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. વિરાટે પોતાની ઈનિંગમાં 87 બોલ પર કુલ 113 રન ફટકાર્યા હતા.
𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 𝐍𝐎.𝟕𝟑 𝐟𝐨𝐫 𝐕𝐈𝐑𝐀𝐓 𝐊𝐎𝐇𝐋𝐈 🫡🫡
— BCCI (@BCCI) January 10, 2023
A brilliant hundred from @imVkohli as he brings up his 45th ODI ton.
Live – https://t.co/262rcUdafb #INDvSL @mastercardindia pic.twitter.com/n1Kc9BCBwO
આ રેકોર્ડ પોતાના નામે કર્યા
કોહલી ODI ક્રિકેટમાં 12500 રનનો આંકડો પાર કરનાર બીજો બેટ્સમેન બની ગયો છે. આ સિવાય તેણે પોતાની ODI કરિયરની 45મી સદી ફટકારી હતી. તે જ સમયે, તે ઘરની ધરતી પર તેની 20મી આંતરરાષ્ટ્રીય સદી હતી. આ મામલે તેણે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. કોહલી વનડે કરિયરમાં સૌથી વધુ સદી ફટકારનાર બીજો બેટ્સમેન છે. વર્ષ 2023ની શરૂઆત તેના માટે શાનદાર રીતે થઈ હતી. તેણે વર્ષની પહેલી જ મેચમાં સદી ફટકારી હતી.
Back to back ODI hundreds for @imVkohli 👏👏
— BCCI (@BCCI) January 10, 2023
Live – https://t.co/MB6gfx9iRy #INDvSL @mastercardindia pic.twitter.com/Crmm45NLNq
આ મેચમાં ભારત તરફથી વિરાટ કોહલી સિવાય રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 67 બોલમાં 83 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં કુલ 9 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. રોહિતે ટીમને સારી શરૂઆત અપાવી હતી. ઓપનિંગની જવાબદારી સંભાળવા તેની સાથે આવેલ શુભમન ગિલ પણ 70 રનની ઇનિંગ રમીને પરત ફર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત