Team Chabuk-Gujarat Desk: વલસાડ જિલ્લામાં ખૂબ જ કરુણ ઘટના બની છે. વલસાડની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના છ વિદ્યાર્થીઓ પાર નદીમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન 6 વિદ્યાર્થીઓ નદીના પાણીમાં ડૂબ્યા હતા. નદીમાં ન્હાતી વખતે છ વિદ્યાર્થીઓ નદીના ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતાં. આસપાસના સ્થાનિકોને જાણ થતા ચાર વિદ્યાર્થીઓને તો બચાવી લેવામાં આવ્યા હતા, જોકે બે વિદ્યાર્થીઓના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે.
કોલેજના વિદ્યાર્થીઓ નદી પર બનાવેલ બોરી બંધ પર બેસીને મજા માણી રહ્યા હતાં. મજા માણતી વખતે ઓચિંતા નદીમાં પડતા તમામ ડૂબ્યા હતા. સદનસીબે ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતાં. જ્યારે બે વિદ્યાર્થીને બચાવી શકાયા ન હતાં. પાણીમાં ડૂબી જતા બે વિદ્યાર્થીઓના મોત થયા છે.
મીડિયા અહેવાલ મુંજબ, વિદ્યાર્થીઓ પાર નદીમાં નાહવા પડ્યા હતા. જેમાંથી છ વિદ્યાર્થી પાણીના પ્રવાહમાં ડૂબી ગયા હતા. ઘટનાન પગલે બુમાબુમ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો અને ચંદ્રપુરના સ્થાનિક તરવૈયાઓ મદદ માટે દોડી આવ્યા હતા. તરવૈયાઓએ તાત્કાલિક નદીમાં કૂદીને વિદ્યાર્થીઓને બચાવવા પ્રયાસ કર્યો હતો. જેના લીધે ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવામાં સફળતા મળી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત