Team Chabuk-Gujarat desk: સુરતના કોસંબા લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાછે. કારને બચાવવા ડમ્પરચાલકે બ્રેક મારી હતી. જો કે, પાછળથી આવી રહેલી બસ ધડાકાભેર ડમ્પરના પાછળના ભાગે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે JCBની મદદથી મૃતદેહો બહાર કઢાયા હતા.
નેશનલ હાઇવે પર પસાર થતા ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર લકઝરી બસ અથડાતાં બેનાં સ્થળ પર જ કમકમાટી ભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 4 ઇજાગ્રસ્તને 108ની મદદથી તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘટના અંગં મળતી માહિતી મુજબ, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક ડમ્પરચાલક પસાર થઈ રહ્યો હતો. ડમ્પરચાલકની આગળના ભાગે ચાલી રહેલી કારના ચાલકે હાઈવે પર અચાનક બ્રેક મારતાં ડમ્પરચાલકે પણ બ્રેક મારી હતી. ત્યારે હાઇવે પર પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી લકઝરી બસ ડમ્પરની પાછળ જ હતી. એને કારણે ડમ્પરચાલકે એકદમથી બ્રેક મારતાં બસચાલક બ્રેક ન મારી શક્યો ને બસ ધડાકાભેર ડમ્પરના પાછળના ભાગે અથડાઈ હતી.
અકસ્માતમાં ડ્રાઇવર અને અન્ય એક પુરુષ મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ડ્રાઈવર તરફના ભાગની લકઝરી બસ ચીરાઈ ગઈ હતી, જેથી બસમાંથી લોકોના મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવાની ફરજ પડી હતી. હાલ બંને મરનારનાં મૃતદેહનો કબજો લઈ કોસંબા પોલીસે પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જ્યાં છ લોકોને ઘટનામાં નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત