Homeગુર્જર નગરીલંપટ શિક્ષક સાગર વઢેર ! 7મા ધોરણમાં ભણતી માસૂમ સાથે કર્યા અડપલાં

લંપટ શિક્ષક સાગર વઢેર ! 7મા ધોરણમાં ભણતી માસૂમ સાથે કર્યા અડપલાં

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં વધુ એક લંપટ શિક્ષકે ગુરૂ અને શિષ્ય વચ્ચેના સંબંધો પર લાંછન લગાવ્યું. વાત રાજકોટ શહેરમાં મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં આવેલી ડી.કે.એજ્યુવિલા નામની શાળાની છે. અહીં અભ્યાસ કરતી ધોરણ 7ની વિદ્યાર્થિનીએ સાથે શિક્ષકે શારીરિક અડપલા કર્યાના આક્ષેપ સાથે વિદ્યાર્થિનીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

આ અંગે વિદ્યાર્થિનીની માતાએ મીડિયાને જણાવ્યું હતું કે, “શુક્રવારે મારી દીકરી જ્યારે શાળાએથી પરત ફરી ત્યારે ગુમસુમ અને રડમસ થઈ ગઈ હતી ત્યારે મેં તેને પૂછ્યું કે તેની સાથે શું બન્યું પરંતુ પ્રથમ તેણે કંઈ જણાવ્યું ન હતું ત્યારબાદ મેં તેને ફોસલાવીને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે સાગર વાઢેર નામના શિક્ષકે તેની સાથે અણછાજતું વર્તન કર્યું હતું. આ ઉપરાંત મારી દીકરી એવું પણ જણાવ્યું હતું કે દિવાળી બાદ અડપલાં કરવાનું પ્રમાણ વધી ગયું હતું.”

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે જ્યારે અમે શાળા તંત્રને જાણ કરીએ તો એ લોકો અમને સપોર્ટ કરવાને બદલે અમારો ઉધડો લઈ રહ્યા છે. એવું કહી રહ્યા છે કે તમારી પુત્રીએ આવું કર્યું છે. વિચારો સાતમા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીને એવી ખબર પણ પડે કે આ કેટલી ગંભીર વસ્તુ છે. અમારી માત્ર એટલી જ માંગ છે કે આ મુદ્દે અમને ન્યાય મળવો જોઈએ.

વિદ્યાર્થિનીની માતાએ કહ્યું કે, આ અંગે અમે પોલીસમાં પણ ફરિયાદ કરી છે. હવે જ્યાં સુધી શાળા દ્વારા લેખિતમાં અમને એવું કહેવામાં નહીં આવે કે ભવિષ્યમાં પણ આ પ્રકારના બનાવ નહીં બને ત્યાં સુધી મારી દીકરી તો શું કોઈના પણ બાળકોને આ શાળામાં પગ મૂકવા નહીં દઉં.

બીજી તરફ શાળાના આચાર્ય જાગૃતિ પાટડિયાએ પણ અડપલાંની વાત સ્વીકાારી અને શિક્ષક સામે પગલાં લેવાની ખાતરી આપી. મીડિયા સાથેની વાતચીતમાં આચાર્યએ જણાવ્યું કે, બાળકી સાથે આવું બન્યું તેની જાણ બાળકીએ અમને કરવાની જગ્યાએ તેના માતા-પિતાને કરી હતી અને તેના માતા પિતા મને ફોન કર્યો હતો. જે બાદ અમે CCTV કેમેરા ચકાસ્યા હતા અને તેમાં એવું સામે આવ્યું હતું કે અડપલા કરવામાં આવ્યા છે. તેથી અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments