Team Chabuk-National Desk: ઝારખંડના ધનબાદમાં શુક્રવારે રાતે 1 વાગ્યે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ભયંકર આગની ઘટનામાં 6 લોકો જીવતા સળગ્યા છે. ઘટના સમયે બધા લોકો સૂઈ રહ્યા હતા. ડોક્ટરનો મૃતદેહ બાથટબમાં મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પોતાનો જીવ બચાવવા પાણીના ટબમાં બેઠા રહ્યા હતા. ત્યાં જ તેમની લાશ મળી હતી.
આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. તપાસ પછી પોલીસે કહ્યું હતું કે આગ સ્ટોરરૂમમાંથી શરૂ થઈ હતી. આગ લાગી એ સમયનો વીડિયો પણ સામે આવ્યો છે. ડોક્ટર બારીમાંથી પોતાનો જીવ બચાવવા બૂમો પાડી રહ્યા છે. નીચે ઊભેલા ફાયરકર્મી અને લોકો તેમને કહી રહ્યા છે કે ચિંતા ન કરશો ડોક્ટર સાહેબ… અમે આવી રહ્યા છીએ…અમે સિડીથી તમારી પાસે આવી રહ્યા છીએ.
હોસ્પિટલનું નામ હાઝરા ક્લિનિક એન્ડ હોસ્પિટલ છે અને ધનબાદના બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેલિફોન એક્સચેન્જ રોડ પર છે. ડોક્ટર પરિવાર સહિત ક્લિનિકના પહેલા માળે રહેતાં હતાં. ઘટનામાં ડોક્ટર દંપતી, તેમની નોકરાણી, ડોક્ટરના ભત્રીજા સહિત 6 લોકોનાં મોત થયાં છે. તમામના મૃતદેહ અલગ-અલગ રૂમમાંથી મળ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
