Homeદે ઘુમા કેટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું, સીરીઝ 1-1થી બરાબર

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું, સીરીઝ 1-1થી બરાબર

Team Chabuk-Sports Desk: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, શ્રેણીમાં 1-1થી બરાબરી કરી. ભારત માટે શુભમન ગિલ અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા. આ દરમિયાન શુભમન 11 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 9 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ઈશાન કિશને 32 બોલમાં 19 રન બનાવ્યા હતા. ઈશાને પણ 2 ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલ ત્રિપાઠી 18 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર રન આઉટ થયો. તેણે 9 બોલનો સામનો કરીને 10 રન બનાવ્યા હતા. સુંદરે પણ બાઉન્ડ્રી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 99 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમે 19.5 ઓવરમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો. 

8 વિકેટ ગુમાવીને માત્ર 99 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 99 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી કેપ્ટન સેન્ટનરે સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. તેણે 23 બોલનો સામનો કરતી વખતે ચોગ્ગો પણ માર્યો હતો. ઓપનર ફિન એલન 11 રન બનાવીને આઉટ થયો હતો. કોનવે પણ માત્ર 11 રન બનાવી શક્યો હતો. ચેમ્પમેન 21 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ગ્લેન ફિલિપ્સ 5 રન બનાવીને આઉટ થયો હતો. ડેરિલ મિશેલ પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો, તે 8 રન બનાવીને આઉટ થયો હતો.

ભારત તરફથી અર્શદીપે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 2 ઓવરમાં માત્ર 7 રન આપીને 2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 4 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ લીધી હતી. દીપક હુડ્ડાએ 4 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 2 ઓવરમાં 4 રન આપીને 1 વિકેટ લીધી હતી. તેણે મેડન ઓવર પણ લીધી હતી. વોશિંગ્ટન સુંદર અને હાર્દિક પંડ્યાને પણ એક-એક સફળતા મળી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments