Team Chabuk-National Desk: ઓરિસ્સાના આરોગ્ય મંત્રી નબા કિશોર દાસનું હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના પર રવિવારે ઝરસુગુડા જિલ્લામાં બ્રીજરાજનગર પાસે એક ASIએ ફાયરિંગ કર્યું હતું. સ્વાસ્થ્ય મંત્રીની છાતીમાં 4-5 ગોળીઓ લાગી હતી. ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસનું હોસ્પિટલમાં નિધન થયું છે. તેમને ગંભીર હાલતમાં એરલિફ્ટ કરી ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા. ફાયરિંગ કરના ASI ગોપાલદાસને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી હુમલાનું કારણ સામે આવ્યું નથી. CID-ક્રાઈમ બ્રાન્ચે ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસ પર ફાયરિંગના કેસમાં તપાસ હાથ ધરી છે. સાત સભ્યોની વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવી છે, જેમાં સાયબર નિષ્ણાતો, બેલેસ્ટિક નિષ્ણાતો અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટીમનું નેતૃત્વ ડીએસપી રમેશ ચ ડોરા કરી રહ્યા છે.
આરોગ્ય મંત્રી નબા કિશોર દાસને રવિવારના રોજ એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર ઑફ પોલીસ (ASI) દ્વારા જ ગોળી મારીને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હતાં. મંત્રી દાસને છાતીમાં ગોળી લાગી હતી. હુમલો કરનાર પોલીસકર્મીની ઓળખ એએસઆઈ ગોપાલ દાસ તરીકે થઈ છે. ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ ગોપાલ દાસની પત્ની જયંતિ દાસે મોટો દાવો કર્યો છે.
ગોપાલ દાસની પત્ની જયંતિ દાસનો દાવો છે કે, તે માનસિક રીતે અસ્થિર હતો અને તેની સારવાર ચાલી રહી હતી. તેણે કહ્યું હતું કે, મને ખબર નથી કે તેની સાથે શું થયું? મને સમાચાર દ્વારા ઘટનાની જાણ થઈ હતી. તેણે રાત્રે 11:00 વાગ્યે અમારી પુત્રીને વિડિયો કૉલ કર્યો હતો. ત્યાર બાદ અચાનક કૉલ ડિસ્કનેક્ટ કરી દીધો અને કહ્યું હતું કે, મારે જવું પડશે. કારણ કે કોઈનો ફોન આવ્યો હતો.
ઓરિસ્સા પોલીસે શું કહ્યું?
ASI આજની ઘટનાની સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે તૈનાત હતો અને જ્યારે તેણે ગોળી ચલાવી ત્યારે તે મંત્રીની નજીક હતો. બ્રજરાજનગરના SDPO ગુપ્તેશ્વર ભોઈએ જણાવ્યું હતું કે, આ ઘટના દરમિયાન આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ (ASI) ગોપાલ દાસે મંત્રી નબા કિશોર દાસ પર ગોળીબાર કર્યો હતો. મંત્રી ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ASI ગોપાલ દાસે પોતાની રિવોલ્વર વડે મંત્રી નબ કિશોર દાસ પર ગોળીબાર કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત