Team Chabuk-Gujarat Desk: વડોદરામાંથી 10 દિવસ પહેલા રહસ્યમય હાલતમાં ગુમ થયેલ યુવતીનું ગળુ દબાવી હત્યા કરી દાટી દેવાયેલ મૃતદેહ મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. 10 દિવસ પૂર્વે કરજણ તાલુકાના ખેરડા ગામે રહેતા વિધર્મી ઈસ્માઈલ ઈબ્રાહિમ પરમારે યુવતીનું ગળું દબાવી હત્યા કરી દાટી દિધી હતી. વડોદરા નજીકના પોર જીઆઇડીસીમાં રહેતી અને મૂળ ભાવનગરની વતની 35 વર્ષીય મિત્તલ રાજુભાઈ બાવળિયા એકાએક ગુમ થતા પરિવારજનો દ્રારા વરણામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મિત્તલના કરજણ તાલુકાના ખેરડા ગામે રહેતા ઈસ્માઈલ ઈબ્રાહિમ પરમાર સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ કરી પોલીસને આપી હતી. ઈસ્માઈલ ઈબ્રાહિમ પરમાર નામના વિધર્મી પ્રેમી દ્વારા યુવતીનું ગળુ દબાવી હત્યા કરી મૃતદેહ દાટી દેવાયો હતો. જાણકારીના આધારે પોલીસે ઈસ્માઈલ વારંવાર પૂછપરછ કરી હતી પરંતુ ઈસ્માઈલ તરફથી સહકાર નહિ મળતા સોમવારે વરણામાં પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતા ઈસ્માઈલએ મિતલની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
પોલીસની આકરી પૂછપરછમાં હત્યા કર્યા બાદ ખાડો ખોદી મૃતદેહ દાટ્યો હોવાનું જણાવ્યું હતું જે કબુલાતના આધારે વરણામાં પોલીસે ઈસ્માઈલને સાથે રાખી તપાસ કરતા જે જગ્યાએ દાટવામાં આવ્યો હતો કે જગ્યાએ જેસીબી મશીનથી ખોદકામ કરાતા મિત્તલનો મૃતદેહ મળી આવ્યો હતો. ઈસ્માઈલ પ્રાથમિક કબુલાતમાં રવિવારના રોજ વડોદરાના પોરગામથી મોટરસાયકલ પર મિત્રને બેસાડી જીઆઇડીસી માં આવેલ ખુલ્લા ખેતરમાં લઈ ગયો હતો અને જ્યાં ગળુ દબાવી હત્યા કરી મૃતદેહ દાટી દીધો હતો. હત્યાનું કારણ પૈસાની લેતી દેતી હોવાનું જણાવ્યું હતું. વરણામાં પોલીસે મળી આવેલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસને મળી આવેલ મૃતદેહ પોસ્ટમોર્ટમ હોસ્પિટલમાં ખસેડી આપી વિધર્મી પ્રેમીની અટકાયત કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
