Homeગુર્જર નગરીAsaram case: જેલમાં બંધ આસારામની મુશ્કેલી વધી, દુષ્કર્મ કેસમાં કોર્ટે સંભળાવી આ...

Asaram case: જેલમાં બંધ આસારામની મુશ્કેલી વધી, દુષ્કર્મ કેસમાં કોર્ટે સંભળાવી આ સજા

Team Chabuk-Gujarat Desk: જેલમાં બંધ આસારામની (Asaram) મુશ્કેલીમાં વધારો થયો છે. 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. ગઈકાલે દુષ્કર્મ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યા હતા ત્યારે આજે કોર્ટે આસારામને આજીવન કેદની સજા સંભળાવી છે.

ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દુષ્કર્મ કેસમાં કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસારામને કલમ 376 હેઠળ આજીવન કેદ, 377 હેઠળ આજીવન કેદ, 354 હેઠળ એક વર્ષ, 342 હેઠળ 6 મહિના, 357 હેઠલ 1 વર્ષ અને 506(2) હેઠળ એક વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે.

મહત્વનું છે કે, બંને બહેનોમાંથી એક બહેને આસારામ પર જ્યારે બીજી બહેને આસારામના દીકરા નારાયણ સાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. મોટી બહેને આસારામ સામે યૌન શોષણની ફરિયાદ કરી છે. ઘટના બની ત્યારે આ બંને બહેનો અમદાવાદમાં રહેતી હતી. જેલમાં બંધ આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા. એક સગીરાના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશનાં ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કેદની સજા થઈ હતી.

સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના અન્ય 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો સુરતની બે યુવતીઓ પર વર્ષ 2001માં થયેલા દુષ્કર્મ બાદ વર્ષ 2013માં આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ સહિત અને 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. છેલ્લા 9 વર્ષથી ચાલતા આ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા સંભળાવી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments