Team Chabuk-Gujarat Desk: ભાવનગરના મહુવામાં નેશનલ હાઇવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં બે શિક્ષિકા સહિત કુલ ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. અચાનક થયેલા મોતને કારણે ત્રણેના પરિવારમાં આક્રંદ છવાયો હતો
મળતી માહિતી મુજબ મહુવા નેશનલ હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં મોત નીપજ્યા હતા. જેમાંથી બે શિક્ષિકા બહેનો રિક્ષામાં શાળાએ જઇ રહી હતી. પરંતુ શાળાએ પહોંચે તે પહેલા જ કાળ બનીને આવેલા ટ્રકે તેમનો જીવ લઈ લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ તરફ વલસાડમાં પણ આવો જ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર કપડાં લેવા જઈ રહેલા એક બાઈક ચાલક યુવકને મીની ટેમ્પોએ અડફેટે લેતા તેનું મોત થયું હતું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત