Team Chabuk-Sports Desk: ભારતીય બોક્સર નીતૂ ઘંઘાસે મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીતૂ ઘંઘાસે 48 કિલોગ્રામ વજન વર્ગમાં મંગોલિયાના લુત્સેખાન અલ્તેંગસેંગને હરાવી હતી. ભારતીય બોક્સરે આ મેચ 5-0થી જીતી લીધી હતી. આ પહેલા શનિવારે નીતુ ઘંઘાસે સેમિફાઇનલ મેચમાં કઝાકિસ્તાનની બોક્સરને હરાવી હતી. આજના દિવસે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ આવી શકે છે.
નીતુ ઘંઘાસ પછી સ્વીટી બૂરા પાસેથી ગોલ્ડની અપેક્ષા
નીતુ ઘંઘાસ બાદ હવે ભારતીય ચાહકોની નજર સ્વીટી બૂરા પર રહેશે. સ્વીટી પણ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતીય બોક્સર સ્વીટી બૂરા 81 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી. આ રીતે નીતુ બાદ ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ આવી શકે છે. જ્યારે, રવિવારે એટલે કે 26 માર્ચે, બધાની નજર નિખત ઝરીન અને લવલિના બોરહેગન પર રહેશે.
નિખત ઝરીન અને લવલિના પણ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. નિખત ઝરીન અને લવલિના બોરહેગન 26 માર્ચે ફાઇનલમાં ટકરાશે. આ રીતે 4 ભારતીય બોક્સર મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. નીતુ ઉપરાંત સ્વીટી બૂરા, નિખાત ઝરીન અને લવલિના બોરહેગન પણ ફાઇનલમાં પહોંચી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત