Homeદે ઘુમા કેહવે રોહિત શર્મા અને સૂર્ય કુમાર યાદવ એક્ટિંગ કરતા જોવા મળશે, મુંબઈની...

હવે રોહિત શર્મા અને સૂર્ય કુમાર યાદવ એક્ટિંગ કરતા જોવા મળશે, મુંબઈની ટીમે વીડિયો શેર કર્યો

Team Chabuk-Sports Desk: IPLની 16મી સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે શાનદાર વાપસી કરવા માટે તૈયાર છે. 5 વખત આઈપીએલ ટાઈટલ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2022માં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે 10માં સ્થાને હતી.

મુંબઈની ટીમ મેદાન પર શાનદાર પ્રદર્શન કરતા પહેલા રોહિત શર્મા અને તેની પલ્ટન તમારા ટીવી અને મોબાઈલની સ્ક્રીન પર ધમાલ મચાવશે. આ માટે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા તેમજ ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા આઈપીએલના પ્રોમોના શૂટિંગમાં વ્યસ્ત છે. મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ ખેલાડીઓના પ્રોમો શૂટનો એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

IPL પ્રોમો શૂટની વીડિયો ક્લિપમાં મુંબઈ ઈન્ડિયન્સના ચાર ખેલાડીઓ હાજર છે. જેમાં કેપ્ટન રોહિત શર્માની સાથે સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને તિલક વર્મા પણ હાજર છે. રોહિત શર્માના હાથમાં બેટ દેખાઈ રહ્યું છે જ્યારે સૂર્યકુમાર યાદવ રંગીન ઓટોમાં બેઠો છે, તેના સાથીને ઓટોનું ભાડું શેર કરવા કહી રહ્યો છે. આ સિવાય ઈશાન કિશન અને તિલક વર્મા બંને બાઇક પર બેસેલા જોવા મળે છે. તિલક વર્મા બાઇક ચલાવી રહ્યો છે જ્યારે ઇશાન કિશન હાથમાં બેટ લઇને તિલકની પાછળ બાઇક પર બેઠો છે. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા શેર કરવામાં આવેલા આ ટ્વીટના અંતમાં લખવામાં આવ્યું છે કે તે જલ્દી જ સ્ક્રીન અને સ્ટેડિયમ બંને પર જોવા મળશે. જોકે એક દિવસ પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આઈપીએલનો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments