Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ પાટડીના સાવડાનો જવાન શહીદ, તિરંગામાં લપેટાઈને આવ્યો મૃતદેહ

સુરેન્દ્રનગરઃ પાટડીના સાવડાનો જવાન શહીદ, તિરંગામાં લપેટાઈને આવ્યો મૃતદેહ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના સાવડા ગામનો ફરજ દરમિયાન શહીદ થયો હતો. શહીદ જવાનના મૃતદેહને સાવડા ગામે ગાર્ડ ઓફ ઓનર સાથે માનભેર વિદાય આપવામાં આવશે. ગામનો જવાન શહીદ થતા સંગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

પાટડી તાલુકાના સાવડા ગામે રહેતો વધુ એક આર્મી જવાન ગિરીશભાઇ રાઠોડ પશ્મિમ બંગાળમાં ફરજ શહીદ થતા સમગ્ર પંથકના લોકો શોકમગ્ન છે. ભારતીય આર્મીના જવાન ગીરીશભાઈ રાઠોડના મૃતદેહને માદરે વતન સાવડા ગામે લાવી તેઓની અંતિમયાત્રા આજે રવિવારના રોજ સાવડા ગામેથી આન,બાન અને શાનથી ગાર્ડ ઓફ ઓનર સાથે નિકળશે.

પાટડી તાલુકાના સાવડા ગામે રહેતા સોમાભાઇ રાઠોડ અને એમના પત્ની ખેતીકામ કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે. જ્યારે એમને સંતાનમાં ત્રણ પુત્રો જ હતા. જેમાં સૌથી મોટો દીકરો નરેશ મીસ્ત્રીકામ કરે છે. જ્યારે નાનો પુત્ર પાટડી દવાખાનામાં નોકરી કરે છે. અને બીજા નંબરનો પુત્ર મૃતક ગીરીશ રાઠોડ આર્મિમાં ફરજ બજાવે છે. આજથી ચાર પાંચ વર્ષ અગાઉ એના લગ્ન થયા હતા. પરંતુ એમને કોઇ સંતાન નહોતા. અને દોઢ વર્ષ બાદ એ પોતાની આર્મિની નોકરી પુરી કરીને નિવૃત્ત થવાનો હતો. ત્યારે પશ્ચિમ બંગાળમાં ફરજ દરમિયાન આર્મિના શહીદ થયેલા પાટડીના સાવડા ગામનો ગીરીશ સોમાભાઇ રાઠોડને સંપૂર્ણ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમયાત્રા કાઢી માનભેર વિદાય આપવામાં આવશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments