Team Chabuk-Gujarat Desk: હાલમાં રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ દરમિયાન યુવરાજ સિંહે વધુ એક પેપર વાયરલ થયાનો દાવો કર્યો છે. ધો. 12નું કમ્પ્યુટર પેપર કથિત રીતે લીક થયાનો યુવરાજસિંહે દાવો કર્યો છે. પેપર 5 કલાકે પૂરું થાય તે પહેલા જ યુવરાજસિંહ પ્રશ્નપત્ર ટ્વિટ કર્યુ છે. આ ઉપરાંત યુવરાજસિંહે દાવો કર્યો કર્યો કે, અમરેલીના સાવરકુંડલાના બોર્ડના પરીક્ષા કેન્દ્રથી પેપર લીક થયું છે. એક કાર્યકર્તા મિત્રએ પેપર મોકલાવ્યું હોવાનો તેમણે દાવો કર્યો. પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતું થયું તે સાચું છે કે ખોટું તેની તપાસ શરૂ થઈ છે.
ધો. 12ના પેપર ફૂટ્યાના આક્ષેપને લઈ બોર્ડની ઓફિસમાં હલચલ વધી ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ જે શાહની ઓફિસમાં બેઠક યોજાઈ રહી છે. પેપર સાચું કે ખોટું તેને લઇ ચર્ચા થઈ રહી છે. પેપર સાચું હોવાનો સૂત્રોનો દાવો છે, પેપર પૂર્ણ થાય તે પહેલાં સોશ્યલ મીડિયા પર આવ્યાનું તારણ છે. સમય મર્યાદા પહેલા પેપર કેવી રીતે સોશ્યલ મીડિયા પર આવ્યું તે અંગે તપાસ થઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું.
યુવરાજ સિંહે ટ્વિટ કર્યું પેપર
“આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં “#કોમ્પ્યુટર_વિષય”ની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. મારા વોટ્સ એપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ પેપરલીક થયાની માહિતી પોહચાડવા માં આવેલ છે. પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી.”
મારી પાસે કોઈ માધ્યમ નથી, સરકાર આ વાતની તપાસ કરે તો તથ્ય સામે આવશે. @kuberdindor@CMOGuj@sanghaviharsh@Bhupendrapbjp@PMOIndia@narendramodi
— Yuvrajsinh Jadeja (@YAJadeja) March 27, 2023
🙏જ્યાં પણ જરૂર પડશે ત્યાં નાગરિક અને નૈતિક ફરજના ભાગરૂપે જરૂરી માહિતી આપવા માટે હું બંધાયેલ જવાબદાર નાગરિક છું.
✍️યુવરાજસિંહ જાડેજા pic.twitter.com/BHxSbqFnqo
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત