Homeદે ઘુમા કેSteve Smith: એક પણ ટીમે ન ખરીદ્યો હોવા છતા IPLમાં જોવા મળશે...

Steve Smith: એક પણ ટીમે ન ખરીદ્યો હોવા છતા IPLમાં જોવા મળશે સ્ટીવ સ્મીથ ! IPLમાં સ્મીથની એન્ટ્રી

Team Chabuk-Sports: IPLની હરાજીમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર કેપ્ટન સ્ટીવ સ્મિથને એક પણ ટીમે ખરીદ્યો ન હતો. જેથી તે એશિઝ સિરીઝની તૈયારીઓમાં જોડાઇ ચૂક્યો હતો પરંતુ તાજેતરમાં જ તેણે ફરી એક વખત આઇપીએલમાં જોડાવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર આ બાબતની જાણકારી આપી છે.

સ્ટીવ સ્મિથ છેલ્લા ઘણા સમયથી ભારત ખાતે ટેસ્ટ અને વનડે સિરીઝ રમતો જોવા મળ્યો હતો. હવે ફરી એક વખત આઇપીએલમાં પણ તે ભારત ખાતે જોવા મળી શકે છે. અચાનક જ તેણે તાજેતરમાં આવો નિર્ણય લીધો છે. સ્ટીવ સ્મિથ ઇંગ્લિશ કોમેન્ટ્રી ટીમ સાથે જોડાઇ ચૂક્યો છે. તે કોમેન્ટટર તરીકે આઇપીએલમાં મહત્વની ભૂમિકા નિભાવતો જોવા મળશે. આ સિઝનમાં તે મેદાન પર રમી શકશે નહીં. એક પણ ટીમ દ્વારા તેને ખરીદવામાં આવ્યો નહોતો. જેથી તેણે કોમેન્ટ્રીમાં જોડાવાનું નક્કી કર્યું છે.

સ્ટીવ સ્મિથ અત્યાર સુધી પુણે, રાજસ્થાન અને દિલ્હી જેવી ટીમો તરફથી રમી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી આઇપીએલમાં 103 મેચોમાં 2485 રન બનાવ્યા છે પરંતુ હવે તે ફક્ત કોમેન્ટેટર તરીકે જોવા મળશે.

આઇપીએલ શરૂ થાય તે પહેલા જ ઘણા ખેલાડીઓ ઇજાને કારણે બહાર પણ થઇ ચૂક્યા છે. આ ઉપરાંત આ સિઝનમાં ઘણા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેથી દરેક મેચ કટોકટીમાં જોવા મળી શકે છે. આ વખતે આઇપીએલમાં મેચોની સંખ્યા 74 કરવામાં આવી છે. આ ઉપરાંત આઇપીએલની દરેક ટીમોને 2 વિભાગમાં વહેંચવામાં આવી છે. આ સિઝન દરેક ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહેશે. મહત્વનું છે કે, આ સિઝનની પ્રથમ મેચ 31 માર્ચના રોજ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાવાની છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments