Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી આકાંક્ષા દુબેના મોતના સમાચારે તેના પરિવાર સહિત તમામ ચાહકોને ચોંકાવી દીધા છે. આકાંક્ષા દુબેએ બનારસની એક હોટલમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે, ત્યારથી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો છે. મોત બાદ આકાંક્ષાનું છેલ્લું ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.
આકાંક્ષા દુબેએ ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સાથે એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું. બંનેને પવન અને શિલ્પી રાજનું ગીત ‘યે આરા કભી હારા નહીં’ મળ્યું હતું. આકાંક્ષાનું આ નવું ગીત 26 માર્ચની સવારે રિલીઝ થયું છે. 26 માર્ચના રોજ એક્ટ્રેસે ગળે ફાંસો ખાધાના સમાચાર પણ સામે આવ્યા હતા, તેથી ફેન્સ માટે એ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે થોડા કલાકો પહેલા યૂટ્યૂબ પર તેમણે જે એક્ટ્રેસને ખુશીમાં ડાન્સ કરતી જોઈ હતી તે હવે આ દુનિયામાં નથી રહી.
આ ગીતના વીડિયોમાં આકાંક્ષા દુબેએ ડાન્સરનો રોલ કર્યો છે. લાલ અને સોનેરી સ્કર્ટ અને ચોલી સાથે ગોલ્ડન જ્વેલરીમાં સજ્જ આકાંક્ષા વીડિયોમાં ડાન્સ કરતી જોઇ શકાય છે. પવન સિંહ ‘સિંહ’ બનીને તેમની સામે આવ્યા છે. આકાંક્ષા પવનને તેના ડાન્સથી લલચાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેના પ્રેમમાં પડી ગઈ છે. સાથે જ પવન સિંહ પોતાની મજબૂત આકાંક્ષા બતાવી રહ્યા છે.
આકાંક્ષા દુબેનો છેલ્લો ઇન્સ્ટાગ્રામ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ‘હિલોર મેરે’ ગીત પર ડાન્સ કરી રહી હતી. આકાંક્ષાના ચહેરા પર સ્મિત હતું. આ વીડિયોને જોઇને કોઇને વિશ્વાસ નથી થઇ રહ્યો કે આકાંક્ષા આત્મહત્યા કરવાનું વિચારી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત