Homeગુર્જર નગરીકેનેડામાં અભ્યાસ માટે ગયેલા ગુજરાતી યુવકનો ગુમ થયાના બે દિવસ બાદ મૃતદેહ...

કેનેડામાં અભ્યાસ માટે ગયેલા ગુજરાતી યુવકનો ગુમ થયાના બે દિવસ બાદ મૃતદેહ મળ્યો

Team Chabuk-Gujarat Desk: કેનેડામાં અભ્યાસ માટે ગયેલા હર્ષ પટેલ નામના અમદાવાદી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. હર્ષ પટેલનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હર્ષ 2 દિવસથી ગુમ થયો હતો. તેના કોઈ સમાચાર મળી રહ્યા ન હતા ત્યાં અચાનક તેની લાશ મળી હોવાના સમાચાર સામે આવ્યા છે.

મૂળ અમદાવાદનો રહેવાસી હર્ષ પટેલ કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો. હર્ષ પટેલ છેલ્લા બે દિવસથી ગુમ હતો. ઘણી શોધખોળ પછી ટોરેન્ટોમાંથી તેની લાશ મળી આવી છે. જોકે તે કયા કારણસર મૃત્યુ પામ્યો છે તેની વિગતો હજુ પ્રાપ્ત થઈ નથી. હર્ષનો પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગુમ છે. પોલીસે આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગુજરાતના બે યુવાનો જે અભ્યાસ કરવા ગયા હતા તે બંને લેકમાં ડૂબી ગયાની ઘટના સામે આવી હતી. જોકે બંનેની શોધખોળ ચાલુ છે છતાં હજુ તેમની કોઈ માહિતી સામે આવી નથી. આ બંને વિદ્યાર્થીઓ ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. જેમાંથી એકનું નામ સિદ્ધાંત શાહ હતું જે અમદાવાદના જાણીતા બિલ્ડરનો પુત્ર હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments