Homeગુર્જર નગરીVIDEO: નહીં જોયું હોય જયેશ રાદડિયાનું આવું ઉગ્ર સ્વરૂપ ! ડૉક્ટરને કહી...

VIDEO: નહીં જોયું હોય જયેશ રાદડિયાનું આવું ઉગ્ર સ્વરૂપ ! ડૉક્ટરને કહી દીધું “ઘર ભેગીનો થા”

Team Chabuk-Gujarat Desk: રાજકોટના જેતપુરમાં સ્કૂલ બસની અડફેટે બાળકીનું મોત થયું. ધોરાજીનાં ફરેણીમાં આવેલી સ્વામીનારાયણ સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરતી બાળકીને તેની પોતાની સ્કૂલની બસ મુકવા આવી હતી. આ દરમિયાન સ્કૂલ બસની અડફેટે આવી જતાં 9 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

ફરેણીમાં આવેલી સ્વામીનારાયણ સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પોતાની સ્કૂલેથી પરત સ્કૂલ બસમાં ફરી રહી હતી. જે દરમિયાન બાળકીનું ઘર આવતા ડ્રાઈવરે સ્કૂલ બસ રોકી હતી અને તુરંત જ બાળકી બસમાંથી ઉતરી પોતાના ઘર તરફ ચાલતી થઈ હતી. જો કે, આ દરમિયાન ડ્રાઈવરનું ધ્યાન ન હતું. ડ્રાઈવરે આગળ પાછળ જોયા વગર બસ હંકારી મુક્તા બાળકી બસના ટાયર નીચે કચડાઈ ગઈ હતી.

સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં દુર્ઘટના કેદ થઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે. કે, બાળકી સ્કૂલ બસમાંથી ઉતરી પોતાના ઘર તરફથી બસની આગળથી જવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બસ ચાલક બસને આગળની તરફ લઈ જાય છે ત્યારે જ બાળકીને બસની ટક્કર વાગે છે અને તે ઢળી પડે છે. બીજી તરફ બસના ટાયર બાળકી પર ફરી વળે છે.ત્યાર બાદ આગળ જઈ બસ ડ્રાઈવર બસને ઉભી રાખે છે, પરંતુ ત્યાં સુધીમાં બાળકીનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં ધારાસભ્ય જયેશ રાદડિયા જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લવાયો હતો. જો કે, ફરજ પરનાં ડોકટરે બાળકીના પરિવારજનોને પોસ્ટમોર્ટમ માટે મનાઈ કરી દેતા મામલો બીચક્યો હતો. આ વાતની જાણ જયેશ રાદડિયાને થતા ફરજ પર હાજર ડૉક્ટરનો ઉધડો લીધો હતો. સાથે આ ડોકટરની તાત્કાલિક બદલી માટે સિવિલ સુપરિન્ટેન્ડન્ટને જણાવ્યું હતું. ત્યાર બાદ ડોકટર દ્વારા તાત્કાલિક બાળકીનું પીએમ હાથ ધરવામાં આવ્યું હતું.

જયેશ રાદડિયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, બાળકીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ગામના આગેવાનો અને પરિવારજનો પ્રાથમિક તપાસ માટે પહેલા ધોરાજી બાદમાં જુનાગઢ લઈ ગયા હતા. જ્યાં બાળકીને મૃત જાહેર કરી હતી. જે બાદ અકસ્માત જેતપુર ગુંદાળા તાલુકાનો હોવાથી જેતપુર સિવિલ આવ્યા હતા. જેથી ફરજ પરના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, બાળકીનું મૃત્યુ થયું છે તેમાં મને શંકા છે. જે માટે મારે રાજકોટ મોકલવું પડશે તેવા બહાના કાઢીને પી.એમ કરવાની ના પાડતા હતા. જ્યારે સામે CCTV ફૂટેજ આવ્યા હતા કે, સ્કૂલ બસમાંથી ઉતરતાજ બાળકી બસ નીચે આવી જતા તેનું મૃત્યુ થયુ હતુ. જે સોશિયલ મીડિયામાં પણ આવી ગયુ હતું. જે છતાં પણ ડોક્ટરોએ ત્રણ કલાક રાહ જોવડાવ્યા બાદ પણ પી.એમ કરવાની ના પાડી હતી. જેની અમારા ગામના સરપંચ અને આગેવાનોએ જાણ કરી હતી. જેથી સ્વાભાવિક રીતે આવી ઘટનાઓ બને તો અમારે ડોક્ટરોને કહેવું પડતું હોય છે. જેથી મે ડોક્ટરને મારી ભાષામાં જવાબ આપ્યો છે. અને બાળકીનું પી.એમ કરાવડાવ્યું છે.

whatsapp



તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments