Homeગુર્જર નગરીબેફામ ડમ્પર ચાલકે બાઈકને 100 ફૂટ ઢસડ્યું, બે યુવકના કમકમાટીભર્યા મોત

બેફામ ડમ્પર ચાલકે બાઈકને 100 ફૂટ ઢસડ્યું, બે યુવકના કમકમાટીભર્યા મોત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ફરી એકવાર એક બેદરકાર ડમ્પર ચાલકે બે નિર્દોશ લોકોના જીવ લઈ લીધા ! બેફામ રીતે ચલાવતા ડમ્પર ચાલકે બાઈક સવાર યુવકોને અડફેટે લીધા હતા જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થનારા બંને યુવકના કમકમાટીભર્યા મોત થયા હતા.

અરવલ્લીમાં ફરી એક વખત ડમ્પરચાલકે અકસ્માત સર્જ્યો . મોડાસા જિલ્લા સંઘ સામે ડમ્પરે બાઈકને ટક્કર મારી હતી. એટલું જ નહીં પુરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે બાઈક સવારને 100 ફૂટ જેટલાં ઘસેડ્યા હતા. બાઈક પર સવાર બન્ને યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

બીજી તરફ અકસ્માત સર્જી ડમ્પરચાલક ડમ્પર લઈને ફરાર થઇ ગયો હતો. બંને બાઈક ચાલક મોડાસાના ચણવાડા ગામના રહેવાસી હતા. અકસ્માતની જાણ થતા મોડાસા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ તરફ બંને મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

અકસ્માત સર્જી ડમ્પરચાલક ડમ્પર લઈને ફરાર થઇ ગયો હતો. જેને લઈને પોલીસે ગુનો નોંધી ડમ્પરચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને મૃતક મોડાસાના ચણવાડા ગામના રહેવાસી હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments