Team Chabuk-Gujarat Desk: રાજકોટના ગોંડલમાં ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. અહીં ચોરી કરતી મહિલા ગેંગનો પર્દાફાશ થયો છે. મહિલાઓની એવી કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ છે જે હાસ્યાસ્પદ છે.
ગોંડલમાં સાડીની ચોરી કરતી મહિલા ગેંગનો પર્દાફાશ થયો છે. શહેરના ગુંદાળા શેરીમાં આવેલી દુકાનમાંથી 3 મહિલાઓએ 5 જેટલી સાડીની ચોરી કરી હોવાનો દાવો છે. ચોરી કરતી મહિલાઓ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
CCTVમાં જોઈ શકાયા છે કે, દુકાનમાં કેટલીક મહિલાઓ સાડીની ખરીદી કરી રહી છે. જો કે, આ જ મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા ચોર ગેંગની સભ્ય છે. જે દુકાનદારની નજર ચૂકવી પોતે પહેરેલી સાડીના છેડામાં નવી છુપાવી લે છે.
દાવો છે કે, ગોંડલના ગુંદાળા શેરી તરીકે ઓળખાતા વિસ્તારમા આવેલા લાખાણી સાડી નામની દુકાનમાં મહિલાઓએ નજર ચુકવી ચોરીને અંજામ આપ્યો હતો. શરૂઆતમાં 2 મહિલાઓ એક સાથે દુકાનમાં આવી હતી. જે સાડીની વિવિધ ડિઝાઈન અને પેટર્ન જોવાનો ઢોંગ કરતી હતી. જ્યારે અન્ય મોઢું બાંધીને આવેલી મહિલા દુકાનદારની નજર ચૂકવી કળા કરી ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત