Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. ચોરવાડના ગડુ ગામમાં રાત્રે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની હત્યા કરવામાં આવી છે. પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને યુવતીના પિતાએ ઢોર માર માર્યો હતો જેથી યુવકનું મોત થયું છે. યુવતીના પિતાએ માર મારતા યુવક ત્યાંથી જીવ બચાવવા ભાગ્યો હતો. પરંતુ રસ્તામાં જ તે બેભાન થઈને પડી ગયો હતો. ત્યારબાદ યુવકના પરિવારજનોએ ઘટનાની જાણ થતાં યુવકને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસ આરોપીની ધરપકડ કરી લીધી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, જૂનાગઢના ગડુ ગામમાં કરણ વાઢેર નામના યુવકને સુખપર ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તેથી કરણ યુવતીને મળવા માટે અડધી રાત્રે તેના ગામમાં ગયો હતો. જોકે યુવતીના પિતાને આ વાતની જાણ જતા તેમણે યુવકને પકડી લીધો હતો અને બાદમાં ઢોર માર માર્યો હતો. આથી યુવક પહેલા બેભાન થઈ ગયો. બાદમાં જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી છૂટ્યો હતો પરંતુ જૂનાગઢ હાઈવે પર પુલ પાસે બેભાન થઈ ગયો હતો.
યુવકના પરિજનોને આ બાબતે જાણ થતા તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જોકે તબીબોએ કરણ વાઢેરને મૃત જાહેર કર્યો હતો. પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં યુવકના પરિજનોની ફરિયાદ બાદ પોલીસે પ્રેમિકાના પિતાની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરાઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
