Team Chabuk-Gujarat Desk: ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ પર થયેલા કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હાર્દિકને રાહત મળી છે. આજે સુપ્રીમ કોર્ટે રમખાણ, હિંસા અને આગચંપી સહિતના ગુનાઓમાં હાર્દિક પટેલને રાહત આપતા જામીન આપ્યા છે.
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે રમખાણો, હિંસા અને આગચંપીના કેસમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. જે પછી હાર્દિક પટેલ કોંગ્રેસમાં તો પછી ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાયા પછી તેઓ ભાજપમાંથી ધારાસભ્ય બન્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે હાર્દિકને રાહત આપી છે. આ કેમસાં તેમને કોર્ટ દ્વારા પસાર કરાયેલા અગાઉના વચગાળાને ન્યાયમૂર્તિ એએસ બોપન્ના તથા હિમા કોહલીની ખંડપીઠે નિરપેક્ષ ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગત ફેબ્રુઆરી 2020માં પણ હાર્દિક પટેલની ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું હતું. તે વખતે તે કોંગ્રેસમાં હતા.

હાર્દિક પટેલે 2015ના કેસમાં આગોતરા જામીન માટે વિનંતી કરી હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટે નકારી નાખી હતી. હાર્દિક પટેલને મહેસાણાની નીચલી કોર્ટે દોષિત ઠેરવી બે વર્ષની સજા કરી હતી. 2019માં લોકસભા ચૂંટણી લડવાની હાર્દિક પટેલની તૈયારીઓ હતી ત્યાં હાઈકોર્ટમાં આ સજા સસ્પેન્ડ કરવાની હાર્દિક પટેલ દ્વારા માગ કરાઈ હતી જોકે કોર્ટે તે અરજી ફગાવી દેતા હાર્દિક પટેલ લોકસભા લડી ના શક્યા. જે પછી આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેને ગત વર્ષે એપ્રિલમાં દોષિત ઠેરવવા પર સ્ટે મુકાયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
