Team Chabuk-Gujarat Desk: મહેસાણામાં ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. મહેસાણામાં ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી અને છેલ્લા બે દિવસથી ગુમ થયેલી 21 વર્ષીય તિતિક્ષા પટેલ નામની વિદ્યાર્થિનીએ કોલેજની લેબોરેટરીની બિલ્ડિંગમાં જ આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આત્મહત્યા કરવા પાછળ પ્રેમ સંબંધ હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

સમગ્ર બનાવની વિગતે વાત કરીએ તો, 21 વર્ષની તિતિક્ષા પટેલ નામની યુવતીએ વડસ્મા નજીક શ્રી સત્સંગી સાકેતધામ રામઆશ્રમ સંકુલમાં લેબોરેટરીમાં જ આત્મહત્યા કરી લીધી છે આત્મહત્યા કરવા પાછળનું કારણ પ્રેમ પ્રેકરણ હોવાની શંકા સેવાઈ રહી છે. રિપોર્ટ્સ મુજબ યુવતીને તેની સાથે જ અભ્યાસ કરતા યુવક સાથે પ્રેમ સંબંધ હતો. બંને બે દિવસથી ગુમ હતા. આ અંગે બંનેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઈ હતી. બંને વચ્ચે બે વર્ષથી પ્રેમસંબંધ હતો. જોકે અચાનક યુવતીની કોલેજની લેબોરેટરીમાંથી લાશ મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
21 વર્ષની તિતિક્ષા ફાર્મસીના છઠ્ઠા સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહી હતી. તે વલસાડના ઉમરગામના કચ્છી ગામમાં રહેતી હતી. હાલમાં યુવતી પાસેથી કોઈ સ્યુસાઈડ મળી આવી નથી. એવામાં તેણે કયા કારણો સર આત્મહત્યા કરી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ ગુમ યુવકને શોધવા પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
