Homeગુર્જર નગરીધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, સૌથી વધુ પરિણામમાં આ જિલ્લાએ મારી...

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, સૌથી વધુ પરિણામમાં આ જિલ્લાએ મારી બાજી

Team Chabuk-Gujarat Desk: ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું કુલ 65.58% પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27% અને બી ગ્રુપમાં 61.71% પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને દાહોદના લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22% પરિણામ આવ્યું છે. સૌથી વધુ 83.22% પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32% અને અંગ્રેજી માધ્યમનું 67.18% પરિણામ આવ્યું છે. 27 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે.

doctor plus

ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થશે. આ વર્ષે ખાસ વ્હોટ્સએપ નંબર 6357300971 જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સીટ નંબર મેસેજ કરવાથી પણ પરિણામ મેળવી શકાશે. સૌપ્રથમ વખત મે મહિનાના પહેલા અઠવાડિયામાં આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.

ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર સીટ નંબરના આધારે પરિણામ મેળવી શકાશે. આ ઉપરાંત પ્રથમ વખત બોર્ડની પરીક્ષામાં વ્હોટ્સએપના આધારે પરિણામ મળી શકાશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments