Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોખરડા ગામે રહેતા રમેશભાઈ કાનગડના પુત્રની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત ખોખરડા ગ્રામજનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. રમેશભાઈ કાનગડના પુત્ર નવનીતનું એક મહિના પહેલા અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારે નવનીત કાનગડની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે ખોખરડા ગામ તથા મિત્ર મંડળ અને પરિવારજનોએ રક્તદાન કેમ્પ યોજીને નવનીતને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું છે.
આગામી તારીખ 5 મે ને શુક્રવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ખોખરડા ગામની પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. નવનીતકુમાર કાનગડની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે યોજાનાર આ બ્લડ ડોનેશન કેમ્પમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો સહકાર મળી રહ્યો છે. ત્યારે સમસ્ત ખોખરડા ગામ તથા મિત્ર મંડળ અને કાનગડ પરિવાર દ્વારા સૌને રક્તદાન કરીને આ સેવાકીય કાર્યમાં સહભાગી થવા અપીલ કરી છે.

મહત્વનું છે કે, જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોખરડા ગામમાં રહેતા રમેશભાઈ કાનગડના 22 વર્ષના એકના એક પુત્રનું એક મહિના પહેલા જ એક આકસ્મિક રીતે મુત્યુ થયું હતું. વંથલીના કણજા અને ખોખરડા ગામની વચ્ચે મીની ટ્રેક્ટર પલટી જતાં નવનીત કાનગડનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે નવનીતની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે ખોખરડા ગામ સમસ્ત દ્વારા રક્તદાન કેમ્પ યોજીને ખરા અર્થમાં શ્રદ્ધાજંલિ આપવામાં આવશે તેવું ગામના સરપંચ મુકેશભાઈ મુછડીયાએ જણાવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
