Homeગુર્જર નગરીઅનૈતિક સંબંધોનો કરુણ અંતઃ સુરતમાં પરણિત પ્રેમીએ પરણિત પ્રેમિકાની કરી હત્યા !

અનૈતિક સંબંધોનો કરુણ અંતઃ સુરતમાં પરણિત પ્રેમીએ પરણિત પ્રેમિકાની કરી હત્યા !

Team Chabuk-Gujarat Desk: સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વીઆર મોલના ફૂટપાથ પરથી મળેલા મહિલાના મૃતદેહ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, મહિલાની લાકડાના ફટકા મારી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે હત્યા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસની જાણકારી મળી હતી કે મરનાર યુવતીના અનૈતિક સંબંધને લઈને તેની હત્યા થઈ છે અને તેના ઘર નજીક રહેતા જ એક યુવક સાથે પ્રેમમાં હતી અને લગ્ન માટે દબાણ કરતી હોવાને લઈને પ્રેમી દ્વારા હત્યા કરવામાં આવી હતી.

પોલીસે તાત્કાલિક આ મામલે ગુનો દાખલ કરી અત્યારે પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. સુરતના સ્થિત મગદલ્લા વાય જંકશન નજીક આવેલા એસએમસીના ફૂટપાઠ પરથી એક યુવતીની લાશ મળી હતી. યુવતીના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન હતા.

doctor plus

આ કેસમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, યુવતીના અનૈતિક સંબંધોના કારણે હત્યા થઈ છે. જે યુવતીની હત્યા થઈ તે વૈશાલી રાઠોડ પરણિત હોવા છતાં પોતાના ઘર પાસે રહેતા કુણાલ સોની નામના યુવકના સંપર્કમાં હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને છેલ્લા લાંબા સમયથી વૈશાલી કૃણાલ ને લગ્ન માટે દબાણ કરતી હોવાનો દાવો છે.

બીજી તરફ કૃણાલ પણ પરણિત હતો. વૈશાલી લગ્ન જેને લઇને પ્રેમી કૃણાલ કંટાળી ગયો હતો. જેને લઇને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ સમયે ક્રોધે ભરાયેલા કૃણાલે વૈશાલીને લાકડાના ફટકા મારી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારી હતી. હાલ પોલીસે કૃણાલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments