Homeગુર્જર નગરી‘હાર્ડ’ એટેક: સુરતમાં ટીવી જોતા-જોતા મહિલાનું મોત

‘હાર્ડ’ એટેક: સુરતમાં ટીવી જોતા-જોતા મહિલાનું મોત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે. ક્યારેક ક્રિકેટ રમતા-રમતા તો ક્યારેક રોજિંદુ કામ કરતા કરતા ક્યારે ધબકારા થભી જઈ રહ્યા છે તે જાણે કે નક્કી નથી રહ્યું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ હાર્ટ એટેકથી મોતની બે ઘટના સામે આવી છે.

સુરતમાં એક સાથે બે લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. હાર્ટ એટેકની ઘટના સામે આવતા ફરીથી લોકોમાં ચિંતા વધી છે. શહેરમાં સચિન વિસ્તારમાં 46 વર્ષીય મહિલા અને 27 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યુ છે. સચિન કનકપુર વિસ્તારમાં રહેતી મહિલાને ટીવી જોતા જોતા અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જે બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ તરફ 27 વર્ષીય યુવાનને પણ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જે બાદ તેમને પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. જવાનજોધ યુવક-યુવતીના મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટ્યો છે.

મહત્વનું છે કે, તાજેતરમાં જ હારીજના સિદ્ધિયોગી રેસિડેન્સીમાં રહેતા પરિવારમાં લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો. તે દરમિયાન પણ હાર્ટ એટેકથી ઘરના મોભીનું મોત થયું હતું. લગ્ન પ્રસંગ અંતર્ગત રાસ ગરબાનું આયોજન કરાયું હતું. તમામ લોકો ખુશીથી ઝુમી રહ્યા હતા. આ જ સમયે જ ઘરના હસુમતીબહેનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેમને તરત જ હસુમતીબહેનને હોસ્પિટલ લઈ જવાયા હતા. જે ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે. ક્યારેક રમતા-રમતા, ક્યારેક કામ કરતા કરતા તો ક્યારેક જમતા જમતા લોકો મોતને ભેટી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments