Homeગુર્જર નગરીવીરપુરમાં ગ્રીષ્મા વેકરિયા જેવો કિસ્સો, આરોપીએ મહિલાના ગળે ફેરવી છરી

વીરપુરમાં ગ્રીષ્મા વેકરિયા જેવો કિસ્સો, આરોપીએ મહિલાના ગળે ફેરવી છરી

Team Chabuk-Gujarat Desk: રાજકોટના જેતપુર તાલુકાના વીરપુર ગામમાં સુરતની ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવો જ ક્રૂર કિસ્સો સામે આવ્યો છે. અહીં પણ એક શખ્સે મહિલાનું છરી વળે ગળું કાપી હત્યા કરી દીધી.

બીજી તરફ ગણતરીની કલાકોમાં વીરપુર પોલીસે આરોપીને ઝડપીને પૂછપરછ કરતા પ્રેમ પ્રકરણમાં હત્યા કર્યાની કબૂલાત કરી છે. મળતી માહિતી મુજબ વીરપુરમાં રહેતી પરિણીત મહિલા આજે જેતપુર સ્થિત એક કારખાનામાંથી મજૂરી કામ પૂર્ણ કરી નિત્યક્રમ મુજબ સાંજના સમયે પોતાના ઘરે જલારામનગર વિસ્તારમાં પરત આવતી હતી, ત્યારે રસ્તામાં અવાવરૂ ખેતર જેવી જગ્યામાં તેણીની કોઈ અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંક્યા હતા.

doctor plus

બીજી તરફ પોલીસને સગડ મળતા બસ સ્ટેન્ડ પાસે વાહનમાં બેસી ભાગવાની ફિરાકમાં હતો ત્યાં જ ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતા પોતાનું નામ નારણભાઈ કેશુભાઈ ડાલીયા (ઉ.વ.૪૦) અને જેતપુરના દેરડી ધાર પાસે રહેતો હોવાનું તથા છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હોવાનું જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, જેતપુરમાં સામાંકાંઠા સ્થિત તેના મકાનમાં પંદરેક વર્ષ પૂર્વે મૃતક કંચનબેન તેણીના પતિ સાથે ભાડે રહેતી હતી ત્યારે પ્રેમ સંબંધ બંધાયેલ હતો. ત્યારબાદ છ એક વર્ષ પૂર્વે મહિલા પતિ સાથે વીરપુર રહેવા આવી ગઈ હતી.

આ દરમિયાન બંનેનો સંપર્ક તૂટ્યો હતો. પરંતુ કેશુ પીછો છોડતો ન હતો. જેમાં મહિલા મજૂરી કામ પતાવી પોતાના ઘરે પરત ફરતી હતી ત્યારે તેણીનો પીછો કરી છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન મહિલાએ છરીના ઘાથી બચવા હાથ આડા રાખતા છરીના ઘા હાથમાં લાગ્યા હતા. જો કે, ત્યારબાદ આરોપીએ મહિલાનું ગળું રહેંસી નાખ્યું હતું. હાલ આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments