Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ ટાયર ફાટતા કાર પલટી, વૃદ્ધ દંપતીનું મોત, પાંચ ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગરઃ ટાયર ફાટતા કાર પલટી, વૃદ્ધ દંપતીનું મોત, પાંચ ઈજાગ્રસ્ત

Team Chabuk-Gujarat Deks: સુરેન્દ્રનગરમાં સાયલા-ચોટીલા હાઇવે પર કાર પલટી જતાં અકસ્માત સર્જાયો, જેમાં લોકોના સારવાર દરમિયાન વૃદ્ધ દંપતીનું મોત થયું. જ્યારે અન્ય પાંચ લોકો હજુ સારવાર હેઠળ છે.

કારનું ટાયર ફાટતાં સાયલા પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યા બાદ કાર પલટી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી અને રસ્તો કારમાં સવાર લોકોની ચિચિયારીથી ગૂંજી ઉઠ્યો હતો.

Accident


દુર્ઘટનામાં કારમાં સવાર બે લોકોનાં મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થાય છે. મૃતક દંપતી સાયલા તાલુકાના ધાંધલપુર ગામના વતની હોવાનો ખુલાસો થયો છે. જ્યારે પાંચ ઘાયલો પૈકી ત્રણ મુંબઇના હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

સાયલા ચોટીલા નેશનલ હાઇવે પર કાર પલટી મારી જતાં વૃદ્ધ દંપતીનું મોત નિપજ્યું. સાયલાથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે વૃદ્ધ દંપતીને રિફર કરતા સારવાર મળે તે પહેલા રસ્તામાં જ નિપજ્યું મોત હતું.

doctor plus

રાજકોટ તરફથી આવતી ઈકો કારનું હાઇવે પર સાયલા પાસે અચાનક ટાયર ફાટતા સર્જાયો અકસ્માત.અન્ય 05 વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments