Homeગુર્જર નગરીબાબા બાગેશ્વરને લઈ રાજ્યનું રાજકારણ ગરમાયું, કૉંગ્રેસે કહ્યું ચૂંટણી જીતવા બાબાને મેદાને...

બાબા બાગેશ્વરને લઈ રાજ્યનું રાજકારણ ગરમાયું, કૉંગ્રેસે કહ્યું ચૂંટણી જીતવા બાબાને મેદાને ઉતાર્યા

Taem Chabuk-Gujarat Desk: બાબા બાગેશ્વર ગુજરાતમાં ત્રણ દિવ્ય દરબાર યોજવાના છે. આ દરમિયાન બાબાના દરબાર પહેલા રાજકોટ, સુરત અને અમદાવાદથી વિવાદ સામે આવ્યો હતો. હવે બાબાના દરબારને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે, મોંઘવારી, બેરોજગારી સહિત જનતાના મૂળ મુદ્દાઓ ઉકેલવામાં સદંતર નિષ્ફળ ભાજપ ચૂંટણી જીતવા માટેની રણનિતીના ભાગરૂપે વધુ એક વખત બાબાને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ થઈ રહ્યાં છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે , 2014ની લોકસભા ચૂંટણી પહેલા અન્ના હજારે, બાબા રામદેવ સહિતના આંદોલનો કરીને દેશમાં ભાજપાએ સત્તા મેળવી.2019માં લોકસભાની ચૂંટણી પહેલા બાબા રામદેવ, શ્રીશ્રી રવિશંકર સહિતના બાબાઓના માધ્યમથી ભાજપા એ સત્તા મેળવી.

doctor plus

લોકસભા 2014 અને 2019 પછી 10 વર્ષથી સત્તામાં રહેનાર ભાજપ જનતાને જે વચનો આપ્યા હતા તેના જવાબ આપી શકતી ન હોવાથી ફરી એકવારની એજ રણનિતીના ભાગરૂપે બાબાઓનો દિવ્યદરબારનું આયોજન થઈ રહ્યા છે. બાબની સભાના આયોજકમાં સુરત ખાતે ભાજપાના ધારાસભ્ય છે. રાજકોટ અને અમદાવાદમાં આયોજકના કોની સાથે સંબંધ છે. તે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં “બાબા” ના દરબારો યોજાઈ રહ્યા છે તે માટે કોણ કોણ સંત્રી-મંત્રી મદદ કરી રહ્યા છે તે તપાસ નો વિષય છે.

અનેક સવાલો પૂછ્યા

ગુજરાતના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકોને પરવડે તેવી ફીમાં ગુણવત્તા સાથે શિક્ષણ ક્યારે મળશે ? સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ૩૨૦૦૦ શિક્ષકોની જગ્યા ક્યારે ભરાશે ? તે આપ દિવ્ય વાણીથી ગુજરાતની જનતાને જણાવવા કૃપા કરશો. ગુજરાતમાં સરકારી ભરતીમાં વારંવાર પેપર ફોડના ગેરરીતિ કરનાર, ચમરબંધી કૌભાંડીઓ, મોટા માથાઓ કોણ છે ? તે આપ દિવ્ય દરબારમાં જણાવી ગુજરાતના લાખો યુવાનો પર કૃપા કરશો.

ગુજરાતમાં ફિક્સ પગાર નામે લાખો યુવાનોને ક્યારે આર્થિક શોષણ પ્રથામાંથી મુક્ત થશે ? સુપ્રિમકોર્ટમાં ક્યારે કેસ ગુજરાત સરકાર પરત ખેંચશે ? તે આપ દિવ્ય સભામાં જણાવીને ગુજરાતના યુવાનો પર કૃપા કરશો.

ગુજરાતમાં આઉટ શોર્સીંગ અને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના 10 લાખ કરતા વધુ યુવાનોને અડધો પગાર ચુકવી એજન્સીઓ કરોડો રૂપિયા બારોબાર લઈ જાય છે તે માટે ગુજરાતના યુવાનોને પુરો પગાર મળે, ભ્રષ્ટાચાર અટકે તે અંગે આપ દિવ્ય સભામાં જણાવીને ગુજરાતના યુવાનો પર કૃપા કરશો.

ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય, અબજો રૂપિયાની ડ્રગ્સ આવે છે તે ક્યાંથી આવે છે ? કોણ મોકલે છે ? કોના સુધી પહોંચે છે ? તે આપ દિવ્ય વાણીથી ગુજરાતની જનતાને જણાવવા કૃપા કરશો.

બેફામ મોંઘવારીમાંથી જનતાને ક્યારે મુક્તિ મળશે ? તે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતની જનતા ખાસ કરીને ગૃહણીઓ પર કૃપા કરવા વિનંતી.

નલ સે જલ, સૌની યોજના, મનરેગા, રેતી, માટી, સહિતની ખનીજોની મોટા પાયે ચોરીઓ અને ભ્રષ્ટાચાર ક્યારે ઘટાડો થશે ? આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતના નાગરિકો પર કૃપા કરવા વિનંતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments