Team Chabuk-Gujarat Desk: સાવરકુંડલાનાં શેલાણાં વંડા રોડ પરથી પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયા પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક સામેથી આવી રહેલ જેસીબી સાથે તેઓની કાર જોરદાર ટક્કર થવા પામી હતી. જેથી પૂર્વ ધારાસભ્યનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગેની જાણ રાજકીય કાર્યકરોને થતા રાજકીય કાર્યકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
કાર અને જેસીબી વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં વી.વી. વઘાસિયાને માથાનાં ભાગે ઈજાઓ પહોંચત તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. ત્યારે સર્જાયેલ અકસ્માતમાં કારને કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. ત્યારે વી.વી. વઘાસિયાનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. પૂર્વ કૃષિ મંત્રીનાં મૃત્યુંનાં સમાચાર વાયુ વેગે તેમના મિત્ર વર્તુળમાં પ્રસરતા લોકોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

સાવરકુંડલાના શેલાણા નજીક એક વેગનઆર કાર અને જેસીબી વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારના કચ્ચરઘાણ વળી ગયા હતા. આ અકસ્માતમાં પૂર્વ કૃષિમંત્રી વી વી વઘાસીયાનું નિધન થયું છે. ઠવી ગામ નજીકની વાડીએથી તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ધડાકાભેર થયેલા અકસ્માતને પગલે લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી.
108 ઈમર્જન્સી વાન મારફતે તેમને સારવાર માટે સારવકુંડલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયાના સમાચાર સામે આવ્યા હતા. અકસ્માતની જાણકારી મળતા ભાજપના પણ ઘણા નેતા તથા કાર્યકરો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. બનાવને પગલે પોલીસે તેમની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
