Homeગુર્જર નગરીએ.સી.નો હપ્તો ન ભરતા ભયાવદર શહેર યુવા ભાજપના પ્રમુખને માર માર્યો

એ.સી.નો હપ્તો ન ભરતા ભયાવદર શહેર યુવા ભાજપના પ્રમુખને માર માર્યો

Team Chabuk-Gujarat Desk: ભાયાવદર શહેર યુવા ભાજપના પ્રમુખ હાર્દિક રામાણી (ઉવ.32) નામના વ્યક્તિ પર 8 જેટલા વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. Bajaj finance માંથી ખરીદેલા એસીનો હપ્તો ચડત થતા 8 જેટલા વ્યક્તિઓ દ્વારા યુવા નેતાને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે હાર્દિક રામાણીની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે આઇપીસીની કલમ 323, 143, 147, 149, 504, 506 (2) સહિતની કલમ હેઠળ કલ્પેશ બારોટ, મયંક વાડોદરિયા, પ્રકાશ ઉર્ફે કારો જોગલ તેમજ 5 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

doctor plus

સમગ્ર મામલે પોલીસને આપેલી ફરિયાદમાં યુવા નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હું ભાયાવદર ખાતે બાલાજી ટેલિકોમ નામની દુકાન ચલાવું છું. તેમજ બજાજ ફાઇનાન્સના હપ્તા પર મોબાઈલ લે વેચનું કામ કરું છું. 17 મે 2023ના રોજ સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં હું મારા દુકાન પાસે હતો. ત્યારે ડબલ સવારી બાઈકમાં બેસીને આવેલા મયંક વાડોદરિયા અને કલ્પેશ બારોટ દ્વારા મારી સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યારબાદ મને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રકાશ ઉર્ફે કારો જોગલ તેમજ અજાણ્યા પાંચ વ્યક્તિઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આ તમામ વ્યક્તિઓ દ્વારા મારવામાં આવી રહ્યો હતો. ત્યારે મારો ભાઈ કેનિલ તેમજ દિનેશભાઈ મેંદપરા નામના વ્યક્તિ વચ્ચે પડતા મને માર મારવામાંથી છોડાવેલો હતો. ત્યારે જતા જતા લોકો દ્વારા મને ધમકી આપતા કહેવામાં આવ્યું હતું કે હપ્તાના બાકી રહેતા પૈસા ભરી દેજે નહિતર જાનથી મારી નાખીશું. ત્યારબાદ મને સારવાર અર્થે ભાયાવદરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

યુવા નેતાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું 2400 રૂપિયાનો એસીનો હપ્તો ભરતા ચૂકી ગયો હતો જેના કારણે તમામ લોકોએ મને મળીને માર માર્યો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments