Homeગામનાં ચોરે2000 રુપિયાની નોટને લઈ RBIની મોટી જાહેરાત, જાણો બેંકોને શું આપ્યા આદેશ...

2000 રુપિયાની નોટને લઈ RBIની મોટી જાહેરાત, જાણો બેંકોને શું આપ્યા આદેશ ?

Team Chabuk-Gujarat Desk: ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની બેંક નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. વર્ષ 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ લાવવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી.

આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 2018-19માં જ બે હજારની નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું. વર્ષ 2016 નવેમ્બરમાં નોટબંધી બાદ 2000 હજાર રુપિયાની નોટ લાવવામાં આવી હતી. નોટબંધીમાં 500 અને 1000 રુપિયાની નોટ બંધ કરવામાં આવી હતી.

નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. આ દરમિયાન સરકારે કહ્યું હતું કે ભ્રષ્ટાચારને ખતમ કરવા અને નકલી નોટો છાપવા પર અંકુશ લગાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તેના પર વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે આ નિર્ણય વિચાર્યા વગર લીધો છે.

2000 રૂપિયાની ચલણી નોટ સરકારે પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત કરતા RBIએ કહ્યું કે ક્લીન નોટ પોલિસી હેઠળ RBI એ 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. 2000 રૂપિયાની નોટ ચલણમાં ભલે બંધ થઈ જાય પરંતુ 2000 રૂપિયાની નોટ કાયદેસર રીતે માન્ય રહેશે. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકોમાં 2000 રૂપિયાની નોટો બદલી શકાશે.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments