Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે હવામાન વિભાગે જાણકારી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેશે. રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના આ પાંચ દિવસમાં નથી. તેમજ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહિ. તેમજ પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમી ઓછી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 41થી 42 ડિગ્રી તાપમાન રહેશે. તથા પશ્ચિમ તરફથી હવા આવવાથી બફારો રહેશે. અમદાવાદમાં ગરમીનું યેલો એલર્ટ રહેશે. તેમજ અમરેલીમાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે અમદાવાદ 41.5 ડિગ્રી, ગાંધીનગર 41.0 ડિગ્રી સાથે રાજકોટ 40.9 ડિગ્રી, પાટણ 40.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ વડોદરા 40.2 ડિગ્રી, જૂનાગઢ 39.3 ડિગ્રી તાપમાન રહ્યું છે.
ઉનાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદ રહેતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે. આ દરમિયાન હવે કમોસમી વરસાદની કોઈ આગાહી ન હોવાના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે બીજી તરફ હિટવેવની પણ આગાહી ન હોવાથી લોકોને રાહત અનુભવાશે. ત્યારે બીજી તરફ વાતાવરણમાં બફારો રહેવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ